Gujarat

અમદાવાદમાં એક વર્ષથી ગુલ્લી મારતા 14 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) માં ગ્રામ્ય પોલીસ (rural police) કર્મીઓની પોલમપોલ સામે આવી છે. આ તમામ કર્મચારીઓ ડ્યુટી પરની ગેરહાજરીનાં કારણે ભેરવાયા છે. જેથી તેઓને સસ્પેન્ડ (suspend) કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ ગ્રામ્ય SPએ જિલ્લામાં 14 જેટલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા છે. જેથીસમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. આ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ પણ ચોંકાવનારુ છે. આ કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી પણ વધારે સમય સુધી હાજર રહેતા ન હતા. જેથી આ તમામ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પી.આઈ ખોટી હાજરી ભરતા હતા
આ તમામ કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી તો હાજર રહેતા જ ન હતા અને તેઓની હાજરી પણ પુરાઈ જતી હતી. આ તમામ પોલીસ કર્મચારીઓ ખોટી હાજરી પુરાવતા હતા. તેઓની ખોટી હાજરી બીજું કોઈ નહિ ખુદ પી.આઈ જ ભરતા હતા અને તેઓને પ્રોત્સાહન આપતા હતા. જો કે આ બાબતની જાણ થતા એસપી અમિત વસાવાએ સપાટો બોલાવતા પી.આઈ સહિત 14 જેટલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા હતા. એસપી અમિત વસાવાના ધ્યાને આવ્યું કે, તમામ કોન્સ્ટેબલો ભૂતિયા હતા. જેઓ પીઆઈ સાથે સેટિંગ કરીને મહિનામાં એકવાર હેડક્વાર્ટર જઈને હાજરી પૂરતા હતા. જેથી આ કડક પગલું ભરવામાં આવ્યું હતું. આ તમામ કોન્સ્ટેબલો હાજરી માસ્ટર અને પીઆઈ એન જે ચૌહાણ સાથે સેટિંગ કરીને રજા પૂરતા હતા.

છાવરી રહેલા પી.આઈ સહિત 14 પોલીસકર્મી સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે આ પ્રકારનો લોલમલોલ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી. તેમજ તેઓની આ કામગીરીમાં ખુદ પી.આઈ જ સાથ આપતા હતા. આ તમામ પોલીસ કર્મચારીઓની પોલીસ રેકોર્ડ પર હાજરી રહેતી હતી પણ ફિઝિકલ રીતે તે કોઈપણ રીતે કામગીરીમાં હાજર રહેતા ન હતા. જેથી તેઓને છાવરી રહેલા પી.આઈ સહિત 14 પોલીસકર્મી પર એક્શન લેવામાં આવ્યું હતું. આમ જોવા જઈએ તો આ કોઈ નવાઈની વાત નથી. આવી લોલમલોમ તો અન્ય ઘણા પોલીસ મથકોમાં ચાલતી હોય છે. પોલીસને રજાઓ માટે કડક પાબંદીઓ હોવા છતાં પોલીસકર્મીઓ ગેરહાજર હોય છે. જો કે મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદ પહોંચતા એસપીએ કડક એક્શન હાથ ધર્યું હતું.

આ 14 પોલીસ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
અમદાવાદ ગ્રામ્ય પીઆઈ એનજે ચૌહાણ, પ્રવીણગીરી, ક્રિપાલસિંહ, સિદ્ધરાજસિંહ, નિકુંજ, કિરતસિંહ, મનુભાઈ, જસ્મીન, પોપટ, રહેમાન, સંજયસિંહ, મિતેશ, વિજય, પ્રફુલ્લદાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top