Gujarat

અમદાવાદ મનપામાં 6 સહિત રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ

રાજ્યમાં હેવ કોરોનાના કેસ નહીંવત થઈ ગયા છે, રોજના નવા કેસની સંખ્યાં લગભગ 20ની અંદર આવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 6 સહિત રાજ્યમાં માત્ર 14 નવા કેસ નોધાયા છે.

રાજ્યમાં નવા કેસમાં અમદાવાદ મનપામાં 6, વડોદરા મનપામાં 3, જૂનાગઢ મનપા, સાબરકાંઠા, સુરત ગ્રામ્ય- મનપા, અને વલસાડમાં 1-1 નવો કેસ નોધાયો છે. ભાવનગર, રાજકોટ, જામનગર અને ગાંધીનગર મનપામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેવી રીતે સોમવારે રાજ્યમાં 13 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,14,934 દર્દીઓ સાજા થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 184 રહી છે. તેમાંથી 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 177 દર્દીઓ સ્ટેબલ છે.

સોમવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં 32 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 3,250ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 92,212 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 57,964 વ્યક્તિને બીજો ડોઝ, જ્યારે 18-45 વર્ષ સુધીના 2,77,981 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 27,385 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 4,58,824 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,06,38,910 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top