યુકેના બ્રિસ્ટોલ શહેરમાં લોકડાઉનના નિયમો તોડવા બદલ પોલીસે 14 વિરોધીઓની ધરપકડ કરી હતી. આ તમામ આંદોલનકારીઓ ‘કીલ ધ બિલ’ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા. પોલીસે કહ્યું કે, આશરે 200 લોકો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ તેમાંથી કેટલાક લોકોએ કોરોના ગાઈડલાઇનનું ઉલ્લંઘન કર્યું હતું.
ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
સરકારના આ બિલના વિરોધમાં દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેંડના બ્રિસ્ટોલ શહેરમાં યોજાયેલી એક રેલીમાં હિંસા ફાટી નીકળતાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ‘કીલ ધ બિલ’ નામની રેલી દરમિયાન પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઓછામાં ઓછા બે પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
સ્થાનિક ‘એવન અને સમરસેટ’ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે, કેટલાક વિરોધીઓના કારણે શાંતિપૂર્ણ વિરોધ હિંસક આંદોલનમાં ફેરવાઈ ગયો હતો. પોલીસ અધિકારી વિલ વ્હાઇટએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેઓ 21 અધિકારીઓએ ઘાયલ થયા હતા. પોલીસ દળે જણાવ્યું હતું કે, આ વિરોધમાં ઓછામાં ઓછા બે પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
આ બિલમાં વિરોધીઓ સાથે વ્યવહાર કરવા માટે પોલીસની શક્તિ વધારે છે. જેમાં પોલીસને કોઈ પણ પ્રદર્શન સામે પ્રતિક્રિયા માટે વધુ તાકાત અને છૂટછાટ મળે છે.