Charchapatra

14 રાજ્યોમાં ભૂખ્યા લોકોને અન્ન આપતી રોટી બેંક

લખનૌ યુર્નિવસિટીના 38 વર્ષીય સ્નાતક વિક્રમ પાંડે (હરદોઈ) સાત વર્ષ પહેલાં ટ્રેનમાં બેસી દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે લખનૌ રેલ્વે સ્ટેશનની બહાર ભીખ માંગતી મહિલાને જોઈ. શરૂાતમાં તેમણે ધ્યાન ન આપતાં તે રડવા લાગી. તેઓ તેમને ખાવા લઈ ગયા. તે ખરેખર ભૂખી હોઈ સાત પુરી ખાઈ ગઈ. તેઓ દિલ્હીથી પરત ફરતા કેટલાક મિત્રો સાથે 6 ફેબ્રુઆરી 2026ના શુભદિને ભૂખ્યાઓને ભોજન આપવાનું શરૂ કરે છે આમ ભારતીય રોટી બેંકની સ્થાપના થઈ. લોકો પણ જોડાતા રહ્યા. હવે તો ભારતીય રોટી બેંક (આઈ.આર.બી.)ની 14 રાજ્યોમાં 100 થી વધુ જીલ્લાઓમાં લગભગ બાર લાખ લોકોને ભૂખ ભાંગે છે.

એમની પાસે હાલ 100 થી વધુ એકમો કાર્યરત છે. ને એમનું ભવ્ય સ્વપ્ન છે કે સમગ્ર દેશમાં આવા યુનિટો હોય, સ્વયં સેવકો પરિવારો પાસેથી રોટલી એકત્રિત કરી શાકભાજી , રસોઈ, અથાણાં, મચ્ચાનાં ભાગ સાથે ચાર રોટલી મુકી પેક કરે છે. આ પેકેટો રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેશનો અને જાહેર સ્થળોએ (ભિખઆરીઓ અને જરૂરિયાત મંદ ગરીબોને – આજારોને વહેંચવામાં આવે છે. તેઓ સાયકલ, મોટર સાઈકલ, વાહનોમાં મૂકીને વિતરણ કરે છે. દેશભરમાં કાર્યરત આ અનોખી બેંક – ટીમો સરેરાશ દર અઠવાડિયે 50 હજાર થી વધુ રોટલી ઉઘરાવે છે.

ખોરાક, તાજો હોય તેવું તેઓ ખાસ ધ્યાન રાખે છે. લોકોના સહકારને લીધે આ નિ:સ્વાર્થ સેવાની ગાડી પુરપાટ ચાલે છે. તેઓ સરકાર-વહીવટી તંત્ર પાસે એક રૂપિયો લેતા નથી. વોટસએપ દ્વારા સહકાર મેળવે છે. આ જૂથે નાઈજીરીયા. નેપાળમાં પણ અભિયાન શરૂ કર્યુ છે. આનંદની વાત છે કે રોટલી વહેંચીને યુ.પી.માં કોર્પોરેટરો બન્યા છે. એ ગરીબ ભાઈ-બહેનોને ભોજન પુરુ પાડી ઉત્તમ સેવા કરી છે. બેંકને અને સૂરત મહાનગર પાલિકાના પદાધિકારીઓને પણ અભિનંદન. ઉદાર દિલ સૂરતી/સૌરાષ્ટ્રીયનો પણ આવી સેવા શરૂ કરે એ ઈચ્છનીય છે.
સુરત     – ભગુભાઈ પ્રે. સોલંકી        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top