ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 2,34,692 કેસ અને અત્યાર સુધીના સૌથી વધારે દૈનિક 1,341 મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કુલ કેસનો આંકડો વધીને 1,45,26,609 અને મૃત્યુઆંક વધીને 1,75,649 થઈ ગયો છે. એમ આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું.
સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 16 લાખને વટાવી ગઈ છે.
દેશમાં સતત 38 દિવસથી કોરોના સંક્રમણમાં વધારો નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 16,79,740 પર પહોંચી ગઈ છે. જે કુલ કેસના 11.56 ટકા છે. જ્યારે દેશમાં રિકવરી રેટ ઘટીને 87.23 ટકા થઈ ગયો છેઆરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં કોરોનાને માત આપી સાજા થનાર લોકોની સંખ્યા 1,26,71,220 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક ઘટીને 1.21 ટકા થઈ ગયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, દેશમાં શુક્રવારે કરવામાં આવેલા 14,95,397 ટેસ્ટ સહિત દેશમાં અત્યાર સુધીમાં કુલ 26,49,72,022 ટેસ્ટ કરવામાં આવ્યા છે.આરોગ્ય મંત્રાલયની માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં 63,729, ઉત્તરપ્રદેશમાં 27,426 અને દિલ્હીમાં 19,486 કેસ નોધાયા હતા.
ગત વર્ષે શરૂ કોરોના મહામારીથી આ ત્રણ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તેમજ, પશ્ચિમ બંગાળ જ્યાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યાં કોરોનાના એક દિવસના સૌથી વધુ 6,910 કેસ નોંધાયા હતા.મહારાષ્ટ્રમાં સૌથી વધુ 398 મોત નોંધાયા હતા. ત્યારબાદ દિલ્હીમાં 141, છત્તીસગઢમાં 138, ઉત્તર પ્રદેશમાં 103, ગુજરાતમાં 94, કર્ણાટકમાં 78, મધ્યપ્રદેશમાં 60, પંજાબમાં 50, તમિળનાડુમાં 33 અને રાજસ્થાનમાં 31 મોત નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ 67,123 કેસ અને 419 મોત
મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના નવા 67,123 કેસો નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ છે. આ સાથે કુલ કેસની સંખ્યા 37,70,707 થઈ ગઈ છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.આ ઉપરાંત, રાજ્યમાં વધુ 419 મોત સાથે કુલ મૃત્યુઆંક 59,970 પર પહોંચી ગયો છે.
આ અગાઉ સૌથી વધુ કેસ શુક્રવારે 63,729 નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 56,783 જેટલા લોકોએ કોરોનાને માત આપી છે. આ સાથે કુલ 30,61,174 લોકો કોરોનાથી સાજા થયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 6,47,933 થઈ છે.
મુંબઈમાં એક દિવસમાં નવા 8,811 કેસ અને 51 મોત નોંધાયા હતા. આ સાથે મુંબઈમાં કુલ કેસની સંખ્યા 5,71,018 અને મૃત્યુઆંક 12,301 પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં એક દિવસના 2,72,035 ટેસ્ટ સાથે અત્યાર સુધીમાં કુલ ટેસ્ટની સંખ્યા 2,35,80,913 થઈ ગઈ છે. મહારાષ્ટ્રનો કોરોના રિકવરી રેટ 81.18 ટકા અને મૃત્યુદર 1.59 ટકા નોંધાયો છે. તેમજ રાજ્યના પૉઝિટિવિટી રેટ 15.99 ટકા છે