Vadodara

ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા 13 ઝડપાયાં

વડોદરા: નવા વર્ષના પ્રારંભ સાથે બે યુવકોના દોરાના કારણે ગળુ કપાત કરૂણ મોત નિપજ્યા હતા. જેને લઇને શહેર પોલીસે વિવિધ વિસ્તારમાંથી ચાઇનીઝ દોરા અને તુક્કલનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં 62 દુકાન પર સરપ્રાઇઝ ચેકિંગ કરીને 13 જેટલા લોકોને ધરપકડ કરી એક લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
વડોદરા શહેરના નવા પ્રારંભ સાથે ચાઇનીઝ દોરીના કારણે ગળુ કપાઇ જતા હોકી પ્લેયર સહિત બે આશાસ્પદ યુવકના મોત નિપજ્યા હતા.

ત્યારબાદ પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ, એસીપી તથા ડીસીપીની તાકીદની મીટિંગ બોલાવીને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરી હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાઈનીઝ દોરાનું વેચાણ કરતી હોઇ 62 જેટલી જગ્યા અને દુકાન પર સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું. જેમાં 8 કેસ કરીને 13 જેટલા વેપારીઓના ધરપકડ કરાઇ હતી. દુકાનો પરથી અંદાજે 300 જેટલી રિલ મળીને એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાઈનીઝ દોરાના વેપારીઓ ઝડપાયાં
નંદસેરી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણભાઇ વખતસિંહ ગોહિલ (રહે, અનગઢ ગામ માંડવાળુ ફળિયું)
ફતેગંજ પોલીસ મથકમાં સુરેશભાઇ રાજેશ ભાઇ પટ્ટણી (રહે, મરડિયાની ચાલકી પંજાબ સોસાયટીની બાજુમાં રોહિદાસ સો.ની બાજુમાં ચમપુરા અમદાવાદા)
ગોરવા પોલીસ સ્ટેશનમાં ઇરફાન ઉર્ફે અજ યાકુબશા દિવાન (રહે, બોરિયા તળાવ -2 મધુનગર કરોડિયા)
બાપોદ પો.સ્ટેમાં દિનેશભાઇ કાંતિભાઇ પ્રજાપતિ (રહે, ચાચા નહેરુ કમલાનગર પાસે આજવા રોડ વોન્ટેડ રેહાનભાઇ ગોલાવાલા (રહે, વાડી)
છાણી પો.સ્ટેમાં સંદિપસિંહ વિજયસિંહ સોલંકી ,હિરાબેન રાજુભાઇ સોલંકી, અજય ગડબડભાઇ સોલંકી, મનોજ રાજભાઇ સોલંકી તમામ (રહે, દશરથ ગામ )
નવાપુરા પોસ્ટેમાં રીયાઝ હશન જાફર હસ પઠાણ (રહે, નવાપુરા અંસારી મહોલ્લો મસ્જીદની પાછળ વડોદરા), સહેબાજ યુસુફભાઇ મેમણ (રહે, મસીયપાર્ક જાસપુર રોડ તા. જિ. પોદરા )
સિટી પોસ્ટેમાં હયાજ હકીમ (રહે, સફા એવન્યુ ફ્લેટ દુલીરામ પેંડાવાળા સામે નવાબવાડા, નાગરવાડા), મદ્રેસર મનુરભાઇ પઠાણ (રહરે, હાથીખાના), સાજીદ ઇસ્માઇલ મલેક (રહે, હાથીખાના)

પલાસવાડી અને સાવલીમાંથી ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા બે ઝડપાયાં
વડોદર જિલ્લામાં સ્થાનિક પોલીસ સહિત એસઓજી ગ્રામ્યની ટીમે ચાઇનીઝ દોરો અને ગુબ્બારનું વેચાણ કરતા વેપારીઓ પર સપાટો બોલાવ્યો હતો. જેમાં એસઓજી ગ્રાન્યની ટીમે ડભોઇના પલાસવાડી ગામેથી દરબાર રેસિડેન્સીમાં રહેતા અહેમદ અબ્દુલ રહેમાન ગોલાવાલ પોતાના ઘરે ચાનીઝન દોરા રાખી છુપી રીતે વેચાણ કરતા ઝડપી પાડ્યો હરતો. પોલીસે તેની પાસેથી ચાઇનીઝ દોરાની 420 નંગ રિલ મળી 1.26 લાખનો મદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મોડી સાંજે સાવલીમાંથી ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા એક વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસીપી પન્ના મોમાયા એ કોમ્બિંગ હાથ ધર્યું
ડીસીપી પન્નાબેન મોમાયાએ તેમના ઝોન વિસ્તારમાં ચાઇનીઝ દોરા તથા ગુબ્બારાનું વેચાણ કરતા શખ્સોને લઇને અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રાખીને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસની ટીમ જોઇને દોરાનું વેચાણ કરતા વેપારીઓમાં એક તબક્કે ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે દરેક દુકાનોમાં જઇને દોરાનું ચેકિંગ કરાયું હતું.

કાચ પીવડાવેલા દોરાનું પણ ઉપયોગ કરવા એસીપી કંટ્રોલની અપીલ
વડોદરા શહેરમાંથી ચાઈનીઝ દોરી સાથે પકડાયેલા વેપારીઓ સંદર્ભે એસીપી કંટ્રોલ એ એમ સૈયદે પ્રેસ કોન્ફરન્સો યોજીની માહિતી આપવામાં આવી હતી. જેમાં 13 જેટલા વેપારીઓ પકડાયા અને રિલ સાથે એક લાખનો મુદ્દામાલ કબજે કરાયો છ. જેમાં તેઓ જણાવ્યું હતું કે દોરી વાગવાની ઘટનાઓમાં હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે. જેમાં તપાસ કરી આરોપીઓ પકડાશે તો વધુ કાર્યવાહી કરાશે. ચાઇનીઝ દોરી સહિત કાચ પીવડાવેલી દોરીનો ઉપયોગ પણ લોકોએ ન કરવો જોઇએ. જે લોકો ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા પકડાશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે

Most Popular

To Top