જંબુસર તાલુકાના જંત્રાણ ગામના સઈદભાઈ ખીલજી હાલમાં યુકેમાં બિઝનેસમેન તેમજ ઇન્ટરનેશનલ ટેક્સટાઈલ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન છે. તેમને માદરે વતનની યાદ આવતાં અનેક રીતે નામ રોશન કરવા માટે પ્રવૃત્તિઓ હાથ ધરી છે. ફિલ્મી જગતના કલાકારો સહિત ટોચના વ્યક્તિઓ સાથેનો સારો સંબંધ છે.
હાલ જંત્રાણ ગામમાં કઠપુતલી વેબ સિરીઝના સારા કલાકારો દ્વારા શુટિંગમાં ચાલી રહ્યું છે. મીડિયા ફિલ્મ ક્રાફ્ટ્સના બેનર અને ઇન્ડિયા ફિલ્ક્સ ઓટીટી પ્લેટફોર્મ હેઠળ વેબ સિરીઝ કઠપુતલીના ડાયરેક્ટર સચિન પરીખ, પ્રોડ્યુસર નવરોજ પ્રાંસલા દ્વારા રજૂ થનાર વેબ સિરીઝમાં ડીઆઈજીનું પાત્ર તેજ સપ્રુ (ગુજરાતી ફિલ્મના કલાકાર), ઇન્સ્પેક્ટર ઇકબાલ શેખનો રોલ સચિન પરીખ (તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકાર), નિર્મિત વૈષ્ણવ, લેડી ઇન્સ્પેક્ટર ક્રીના શાહ બખૂબી નિભાવી રહ્યા છે.
આ સિરીઝમાં ત્રણ મહિલાનું મર્ડર થાય છે. માથું મળે છે, ધડ મળતું નથી. પોલીસને જાણવા મળે છે કે કોઈ મહિલા મર્ડરમાં સામેલ છે. સહિતની સ્ટોરીનું જંત્રાણ ગામમાં વિવિધ જગ્યાએ શુટિંગ ચાલી રહ્યું છે. વેબ સિરીઝના શોટ્સ જોવા માટે આજુબાજુના ગ્રામજનોની ભીડ ઊમટી પડી છે. આગામી દિવસમાં આ શુટિંગમાં ટીવી જગતના બેનમૂન કલાકારો પણ શુટિંગ આવનાર હોવાથી જંત્રાણ ગામ કલાકારોને જોવાનું નજરાણું બન્યું છે.