સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા ખરવરનગર જંકશનથી પર્વતપાટીયા તરફ જતા બી.આર.ટી.એસ. રૂટ પર ભાઠેના જંકશન પર ફલાયઓવર બ્રીજની લોકાર્પણ વિધિ સંસદ સભ્ય સી.આર. પાટીલના વરદહસ્તે કરવામાં આવી. આ સાથે જ સુરત શહેરમાં કુલ 121મો બ્રીજ શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
રોડ પર નોંધપાત્ર રીતે ટ્રાફીકનું ભારણ વઘ્યુ હોય તથા આ રોડથી શહેર અને શહેરનાં નજીકના ગ્રામ્ય વિસ્તારમાં સીધી અવર જવર થઇ શકતી હોઇ, પીક અર્વસ દરમ્યાન ભાઠેના જંકશન પર ભારે ટ્રાફીકના કારણે ટ્રાફીક જામના બનાવો છેલ્લા કેટલાક સમયથી ઘ્યાને આવે છે.
તેમજ રીંગરોડ કિન્નરી સિનેમાની સામેનો 80 ફૂટ પહોળાઇનો રસ્તો પણ સદર કેનાલ જંકશન પાસેથી ક્રોસ થતો હોય, પીક અવર્સ દરમ્યાન થતા ટ્રાફીક જામને નિવારવા સદર જગ્યાએ ફલાય એાવર બ્રીજનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જે બાદ આસપાસનાં વિસ્તારના લોકોને ટ્રાફીકની ભંયકર સમસ્યામાંથી મુકિત મળશે તેમજ લોકોના સમય તથા ઇંધણમાં ઘણી બચત થાય તેમ છે.જેથી કરીને પ્રદુષણમાં પણ ઘટાડો થશે.
આ કાર્યક્રમ પ્રસંગે માન. મેયર દક્ષેશભાઇ માવાણી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય સંદિપભાઇ દેસાઇ, ધારાસભ્ય મનુભાઇ પટેલ, ડે. મેયર ર્ડા. નરેન્દ્રભાઇ પાટીલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષ રાજન પટેલ, કમિશનર શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાળા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હાઈવે પર જવું સરળ બનશે
સુરત શહેરમાંથી મુંબઈ– અમદાવાદ દિલ્હી નેશનલ હાઈવે પ૨ જવા આવવા માટે વાહન ચાલકો મુખ્યત્વે સુરત કામરેજ તથા સુરત કડોદરા રોડનો ઉપયોગ કરે છે. તેમાં પણ ખાસ કરીને સુરત શહેરથી મુંબઈ તથા બારડોલી-વ્યારા જતા- આવતા વાહનો આ રૂટનો ઉપયોગ કરે છે. વધુમાં, સુરત-કડોદરા રોડથી ધુલીયા નવા ગામ થઈ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ જવા આવવા પણ વાહન ચાલકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આ બ્રિજના લીધે હાઈવે પર અવરજવર સરળ બનશે.
ભાઠેના બીઆરટીએસ રૂટ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા બ્રિજ બનાવાયો
સુરત શહે૨ના છેલ્લા એક–બે દશકામાં થયેલ અતિ ઝડપી ઔધોગિક વિકાસ તથા પાયાની સુવિધાની અભુતપુર્વ સગવડ હોવાના કારણે ગુજરાત રાજયના લાગુ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનના નાગરિકોએ પણ તેઓની ધંધાકીય તથા નોકરીની તકોને કારણે સુરતને રહેઠાણ તથા ઉધોગનું સ્થળ બનાવ્યુ છે. આમ, આ ૫૨પ્રાંતિયો તેઓના વતનમાં આવન-જાવન સારૂ નેશનલ હાઈ વે ૫૨ પહોંચવા સારૂ સદ૨ બી.આર.ટી.એસ. રોડનો મુખ્યત્વે ઉપયોગ કરે છે.
સને ૨૦૦૬ માં શહેરી વિસ્તારનું વિસ્તરણ થતા શહેરની ફરતેના લાગુ વિસ્તારોમાં ટી.પી. સ્કીમનાં ઝડપી અમલીક૨ણ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટને કારણે આ વિસ્તારનો રહેઠાણ તરીકે ઉપયોગ નોંધપાત્ર રીતે વધી ગયેલ છે. વધુમાં, ટાઉન પ્લાનીંગ સ્કીમોનાં વિકાસ નકશા મુબજ અઠવા, ઉધના, લીંબાયત, વરાછા જેવા ઝોનને જોડતા 45.00 મીટર (150 ફુટ)ના રસ્તાનાં અમલીકરણથી સ્થાનિક લોકો તેઓની દૈનિક નોકરી ધંધા વિગેરેની અવર-જવર માટે આ બી.આર.ટી.એસ. રૂટનો ઉપયોગ કરે છે.
રોડ પર નોંધપાત્ર રીતે ટ્રાફીકનું ભારણ વધ્યુ હોય તથા આ રોડથી શહેર અને શહે૨નાં નજીકના ગ્રામ્ય વિસ્તારમાં સીધી અવર જવર થઈ શકતી હોઈ, પીક અર્વસ દરમિયાન ભાઠેના જંકશન ૫૨ ભારે ટ્રાફીકના કારણે ટ્રાફીક જામના બનાવો છેલ્લાં કેટલાક સમયથી ઘ્યાને આવે છે. તેમજ રીંગરોડ કિન્નરી સિનેમાની સામેનો 80 ફૂટની પહોળાઈનો રસ્તો પણ સદર કેનાલ જંકશન પાસેથી ક્રોસ થતો હોય, પીક અવર્સ દરમ્યાન થતા ટ્રાફીક જામને નિવારવા સદર જગ્યાએ ફલાય ઓવર બ્રિજનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે બાદે આસપાસનાં વિસ્તારના લોકોને ટ્રાફીકની ભંયકર સમસ્યામાંથી મુક્તિ મળશે તેમજ લોકોના સમય તથા ઈંધણમાં ઘણી બચત થાય તેમ છે. જેથી કરીને પ્રદુષણમાં પણ ઘટાડો થશે.