SURAT

સુરતમાં હીરાના વેપારીની 12 વર્ષની દિકરી લક્ઝુરિયસ લાઈફ છોડી દીક્ષા ગ્રહણ કરશે

સુરત: જૈન સમાજમાં (Jain) સાંસારિક જીવનને (Life) ત્યાગ કરી આદ્યાત્મિક માર્ગે જીવન પસાર કરવા માટે શ્રાવકો નિર્ણય લેતા હોય છે ત્યારે સુરતના (Surat) પાલ વિસ્તારમાં રહેતા હિરાના (Diamond Merchant) વેપારી દીપકભાઇ શાહની દીકરી (Daughter) આન્સી માત્ર 12 વર્ષની નાની ઉંમરે સંયમનો માર્ગ અપનાવવાના મનોરથ સાથે આગામી 17 મી ફેબ્રુઆરીએ પાલમાં દીક્ષા ગ્રહણ કરશે.

આન્સીને પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 400મી દીક્ષા અપાશે

સૂરિ-પ્રેમ-ભુવનભાનું સમુદાયના દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરિશ્વરજી મહારાજના આજીવન ચરણોપાસક રશ્મિરત્ન સૂરિશ્વરજી મહારાજે સુખી સંપન્ન શ્રેષ્ઠીવર્ય દીપકભાઇ શાહની 12 વર્ષીય પુત્રી આન્સીકુમારીને શ્રી ઉમરા જૈન સંઘમાં દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યુ હતું. જેમની દીક્ષા આગામી તારીખ 17 મી ફેબુઆરી પાલ મુકામે થશે. દીપક શાહે જણાવ્યું હતું કે આન્સી શાહ હરવા ફરવાની ખૂબ જ શોખીન છે. તેણે માત્ર ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો છે.

પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, તે સંસ્કૃતનું વાંચન ખૂબ જ સારી રીતે કરી શકે છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં તેણે હજારો મંત્ર યાદ કરી લીધા છે. નાનપણથી જ તે આદ્યાત્મિક વિચારોથી વરેલી હતી. બાળપણમાં તેણે સૌથી વધુ કોઈ શોખ હોય તે અલગ અલગ જગ્યા ઉપર વિચરણ કરવાનો હતો. પરિવાર સાથે તે હંમેશા નવા નવા સ્થળે ફરવા જવાનું પસંદ કરતી હતી. આન્સીને પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 400મી દીક્ષા અપાશે.

આન્સીએ નાની ઉંમરે ઉગ્ર તપ કર્યા

આન્સી શાહ જૈન ધર્મના ઉગ્ર તપ નાની ઉંમરે ખૂબ જ દ્રઢ સંકલ્પ સાથે કર્યા હતા. માત્ર છ વર્ષની ઉંમરે અઠ્ઠાઈના 8 ઉપવાસ કર્યા, 7 વર્ષની વયે 16 ઉપવાસ, 9 વર્ષની વયે માસ ક્ષમણનું આકરું તપ 30 દિવસ સુધી કર્યું હતું. નાની વયે જે રીતે તે એક બાદ એક તપ કરતી હતી.

Most Popular

To Top