નડિયાદ: નડિયાદ તાલુકાના વડતાલમાં જાહેરમાં જુગાર રમી રહેલા ૧૨ ઇસમોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. જ્યારે જુગાર રમાડતો મુખ્ય આરોપી પોલીસને મળી આવ્યો ન હતો. ચકલાસી પોલીસને બાતમી મળી હતી કે, વડતાલમાં ખંભાતી ચાલીમાં રહેતો લિસ્ટેડ બુટલેગર ભીખા મણીભાઇ પરમાર ગામમાં આવેલી જોષી તલાવડી પાસે આવેલી ખેતરાળુ જગ્યામાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો કરીને અર્જુનસિંહ ફતેસિંહ રાઠોડ (રહે.બાકરોલ), દેવલ ઉર્ફે દેવો રોહિતકુમાર શાહ (રહે.નડિયાદ), સંજય પૂનમભાઇ પરમાર (રહે.જોળ), કૃણાલ યોગેશકુમાર કારિયા (રહે.અમદાવાદ), કમલેશ રમણલાલ ઠક્કર (રહે.દસક્રોઇ), સંજય કાંતિલાલ મારવાડી (રહે.ટાવર બજાર, આણંદ), હબીબ આદમભાઇ શાભઇ (રહે.રોશન નગર, નડિયાદ), પ્રહલાદ ભોજરાજ ગુનાની (રહે.પરીખ ભવન, આણંદ), સલીમ ઉસ્માનભાઇ મુસા (રહે.બારકોશિયા રોડ, નડિયાદ), મુસ્તાક અહેમદભાઇ વ્હોરા (રહે.મિલ્લત નગર, આણંદ), મહેન્દ્ર મગનભાઇ પરમાર (રહે.અડાસ), ગોવિંદ રમેશભાઇ પટેલ (રહે.કંથારીયા, વસઇ) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭૧,૪3૦ નો મુદ્દામાલ કબજે લઇ તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ભીખો મળી ન આવતાં તેની શોધખોળ હાથ ધરી છે.
બોરસદમાં જુગાર રમતાં નવ પકડાયાં
બોરસદ શહેર પોલીસે 8મી એપ્રિલની મોડી રાત્રે રાજા મહોલ્લા મસ્જીદ સામે જુગાર રમાઇ રહ્યાની બાતમી આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં નવ શખસ જુગાર રમતાં પકડાઇ ગયાં હતાં. જેની પુછપરછ કરતાં તે મહંમદઈદ્રીશ ઉર્ફે મલેક હબીબોદ્દીન મલેક, સમીરોદ્દીન ઉર્ફે શાકભાજી ગુલામોદ્દીન મલેક, રોશન ઇમ્તીયાઝ સૈયદ, મોજુદ ઉર્ફે રાધે સિકંદર પઠાણ, મહંમદસકલેન ઉર્ફે જેબુ બેતુલ્લા પઠાણ, શાહરૂખ ઉર્ફે લેંડવઇ સીદ્દીક કુરેશી, મહંમદસજ્જાદ ઉર્ફે સજલો ઇજાજોદ્દીન મલેક, મોસીન ઉર્ફે સુનીલ અમરૂલ્લા પઠાણ, મહંમદયુનુસ ઉર્ફે મુખત્યારોદ્દીન મલેક હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂ.25,770નો મુદ્દામાલ કબજે કર્યો હતો.