National

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો સાથે અથડામણ, 12 નક્સલીઓ ઠાર, વિસ્તારમાં સર્ચ ઓપરેશન

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં 12 નક્સલીઓ માર્યા ગયા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ બીજાપુરના જંગલોમાં સવારે 9 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો જ્યારે સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી કાર્યવાહી પર હતી અને મોડી સાંજ સુધી વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ રહ્યો હતો. તેમણે કહ્યું કે પ્રાથમિક માહિતી મુજબ એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓ માર્યા ગયા છે. વિસ્તારમાં હજુ પણ શોધખોળ કામગીરી ચાલુ છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને કોઈ નુકસાન થયું નથી. આ સાથે આ મહિનામાં અત્યાર સુધીમાં રાજ્યમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં 26 નક્સલીઓ માર્યા ગયા છે. ૧૨ જાન્યુઆરીના રોજ બીજાપુર જિલ્લાના મદ્દેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો સાથેનઆ એન્કાઉન્ટરમાં બે મહિલાઓ સહિત પાંચ નક્સલીઓ માર્યા ગયા હતા. ગયા વર્ષે સુરક્ષા દળોએ રાજ્યમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં 219 નક્સલીઓને ઠાર માર્યા હતા.

બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર રવિવારે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં પાંચ નક્સલીઓ માર્યા ગયા હતા. પોલીસે 2 મહિલા નક્સલીઓ અને 3 પુરુષ નક્સલીઓના મૃતદેહ કબજે કર્યા. એસપીએ જણાવ્યું હતું કે બીજાપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તાર હેઠળના જંગલોમાંથી ઘણા સ્વચાલિત અને અન્ય શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે એક SLR રાઇફલ, 12 બોર રાઇફલ, સિંગલ શોટ રાઇફલ, BGL લોન્ચર અને અન્ય હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.

એન્કાઉન્ટર અંગે માહિતી આપતાં એસપી જિતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે 11 જાન્યુઆરીએ બીજાપુરના નેશનલ પાર્ક વિસ્તારના મદ્દેડ પોલીસ સ્ટેશન વિસ્તારના બાંદેપરા-કોરેંજેડ જંગલોમાં નક્સલીઓની હાજરી અંગે ગુપ્ત માહિતીના આધારે જિલ્લામાં સુરક્ષા દળોની એક ટીમ ત્યાં ગઈ હતી.

Most Popular

To Top