National

મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં પડી જતા 12 લોકોના મોત

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં સોમવારે એક મોટો અકસ્માત(Accident) સર્જાયો હતો. 55 મુસાફરો(Passengers) સાથેની બસ(Bus) ખરગોન(Khargon) અને ધાર(Dhar) જિલ્લાની સરહદે(border) નર્મદા નદી(Narmada River)માં પડી ગઈ હતી. આ દુર્ઘટના ખલઘાટમાં બનેલા નર્મદા બ્રિજ પર બની હતી. આ બસ ઈન્દોરથી પુણે જઈ રહી હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયરનાં જવાનોએ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. તેમજ ખરગોન-ધાર ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ખરગોનના એસપી ધરમવીર સિંહનાં જણાવ્યા મુજબ, 12 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 12 જેટલા લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.

આ રીતે થયો અકસ્માત
આ દુર્ઘટનામાં નદીમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવેલા લોકોએ જણાવ્યું હતું કે, બસ પુલની રેલિંગ તોડીને સીધી નદીમાં ન પડી અને પથ્થરો પર પડી, ત્યારબાદ તે વહેતી નદીમાં પલટી ગઈ. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માતમાં બસના ભાગો વેરવિખેર થઈ ગયા હતા અને કેટલાક લોકો તરીને બહાર આવ્યા હતા જ્યારે અન્ય લોકોના ત્યાં જ મોત થયા હતા. બસમાં લગભગ 55 લોકો સવાર હતા. સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહેલા બચાવકર્મીઓએ બસમાં ફસાયેલા અને નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે.

15 લોકોને બચાવી લેવાયા
એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, ઈન્દોરથી મહારાષ્ટ્ર રોડવેઝની આ બસમાં 10-12 લોકો સવાર હતા. સંભવતઃ સ્ટિયરિંગ ફેલ થવાના કારણે બસ પુલની રેલિંગ તોડી નદીમાં પડી હતી. અત્યાર સુધીમાં બસમાં સવાર 15 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ઘટના સ્થળે બચાવ કાર્ય સતત ચાલુ છે.

હું સતત સંપર્કમાં છું: CM
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ અકસ્માત પર સતત નજર રાખી રહ્યા છે. તેઓએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ખરગોનના ખલઘાટમાં બસ ખાડીમાં પડી જવાના કારણે દુર્ઘટના અંગે દુઃખદ સમાચાર મળ્યા. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ ઊંડું દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલોને જલ્દી સાજા થાય. બસ હટાવી લેવામાં આવી છે. હું ખરગોન, ધાર જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. દુખની આ ઘડીમાં પીડિત પરિવારે પોતાને એકલા ન સમજવું જોઈએ, હું અને સમગ્ર રાજ્ય મારી સાથે છીએ.

Most Popular

To Top