Vadodara

ડભોઈ યુવા ભાજપ ઉપપ્રમુખ સહિત 12 જુગારી ઝડપાયા

વડોદરા : વડોદરા જિલ્લાના ડભોઈ નગર યુવા ભાજપના ઉપપ્રમુખ હાર્દિક રમેશચંદ્ર મોચી ઉર્ફે ચૌહાણ સહિત 12 નબીરાઓને તિલકવાડામાંથી જુગાર રમતા રંગે હાથ  ઝડપી પાડી 2.52 લાખના મુદ્દામાલ નર્મદા એલ.સી.બી પોલીસે  કબજે કર્યો છે. મળેલ બાતમી  આધારે  તિલકવાડા વિસ્તારના મારૂંડીયા ગામની સીમમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.નર્મદા એલ.સી.બી પીઆઈ એ.એમ.પટેલ સહીત પોલીસ સ્ટાફ બાતમીના સ્થળે રેડ પાડતા ડભોઈ યુવા ભાજપ ઉપપ્રમુખ હાર્દિક મોચી ઉર્ફે ચૌહાણ, દિવાન બિસ્મિલાહ શાહ  બચુ શાહ (રહે, ડભોઈ), મન્સૂરી ઈમરાન સલીમ (રહે.સંખેડા), મહેશ ગોવિંદ રબારી (રહે.સંખેડા), નરેન્દ્ર શંકરલાલ દરજી (રહે.બહાદુરપુર), આશિષ સુનિલ શાહ (રહે.ડભોઈ), કૃણાલ કિરીટ પટેલ (રહે.તિલકવાડા), તુષાર નરસિંહભાઈ વસાવા (રહે.ડભોઈ), ભીખા વિરમ પરમાર (રહે.કારેલી), રક્ષિત વીપીન પટેલ (રહે.ગુંદીયા), સંજય ખોડાભાઈ રાવલ (રહે.જલોદરા) તથા મિતેષ જેન્તિભાઈ માછીને (રહે. તિલકવાડા) 71,020 રૂપિયા રોકડા તથા 51,000 રૂપિયાની કિંમતના 12 નંગ મોબાઈલ તથા 1.30 લાખ રૂપિયાની એક મોટર સાયકલ મળી કુલ 2,52,020 રૂપિયાના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડી કાર્યવાહી હાથ હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેનો ફોટો જીગ્નેશભાઈ નાઈક પણ ફ્રીમાં દૂધ લેવા આવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે હું નરેન્દ્ર મોદીજીને ત્રણ વખત મળેલો છું.બે વખત સીએમ હતા ત્યારે અને એક વખત વડાપ્રધાન હતા એમ કુલ ત્રણ વખત હું એમને મળ્યો છું. મોંઘવારી વધી ગઈ છે.અહીં મોંઘવારીનો વિરોધ થઈ રહ્યો છું.પણ આ લોકોએ અહીં સ્કીમ રાખી હતી કે જેનો વડા પ્રધાન સાથે ફોટો હશે તે બતાવશે તેને 10 દૂધની થેલી આપવામાં આવશે.માટે હું આવ્યો છું.આ દૂધની થેલીઓ હું મારા પોતાના માટે લેવા નથી આવ્યો.પરંતુ રોડ પર રહેતા ગરીબ બાળકોને પણ મોંઘવારી નડી છે.જેથી આ 10 દૂધની થેલીઓ હું તેમને દાન કરી દઈશ.

ઉપપ્રમુખની જાણ નથી – ડભોઈ યુવા ભાજપની ટર્મ હવે પુરી થઈ ગઈ છે. જ્યાં સુધી નવી બોડી ન બને ત્યાં સુધી જૂની બોડીને કામગીરી સોંપવી પડે છે. ડભોઈ નગર યુવા ભાજપ ઉપપ્રમુખ હાર્દિક ચૌહાણ જુગાર રમતા પકડાયા એ મને જાણવા મળ્યું નથી પણ જો આ બાબતમાં કોઈ તથ્ય હશે તો વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ચર્ચા કર્યા બાદ અમે કાર્યવાહી કરીશું.

દર્શીત બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ

Most Popular

To Top