Gujarat

પીએમ મોદી 12મી માર્ચે ગુજરાત આવશે : દાંડી યાત્રાને લીલી ઝંડી આપશે

પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.12મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તા.12મી માર્ચના રોજ સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકત લઈને આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. 21 દિવસ માટે ચાલનારી આ દાંડી યાત્રા દરમ્યાન ભાજપ શાષિત રાજયોના મુખ્યમંત્રીઓ કેન્દ્રિય મંત્રીઓ પણ તેમાં જોડાશે.

પીએમઓના સંકલનમાં રહીને રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા સમગ્ર કાર્યક્રમ ઘડવામાં આવી રહ્યો છે. મહાત્મા ગાંધીજી દ્વારા મીઠાના સત્યાગ્રહના ભાગરૂપે 12મી માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા યોજવામાં આવી હતી. અગાઉ કોંગ્રેસ દ્વારા પણ દાંડી યાત્રા યોજાઈ હતી. હવે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દાંડી યાત્રા યોજાઈ રહી છે. આઝાદીના 74 વર્ષ પૂર્ણ થયા છે અને આઝાદીના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દાંડી યાત્રા યોજાઈ રહી છે.

મોદી સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેશે
પીએમઓના સંકલમાં રહીને રાજ્ય સરકાર દ્વારા દાંડી યાત્રાના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 12મી માર્ચે પીએમ મોદી અમદાવાદ આવશે, એટલું જ સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ યાત્રા 21 દિવસ બાદ દાંડી પહોંચશે. તે દરમ્યાન કેન્દ્રિય મંત્રીઓ અને રાજયના સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રજ્યના કેબીનેટના સભ્યો પણ તેમાં જોડાશે.

રાજ્ય સરકાર દ્વારા સાબરમતી ગાંધી આશ્રમનો ડેવલોપમેન્ટ પ્લાન ઘડવામાં આવ્યો છે, જે પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ મનાય છે. આ પ્રોજેકટ કેન્દ્રની વિચારણા હેઠળ છે.આ વિકાસ પ્રોજેકટને ત્વરીત આખરી કરાશે, તેમ મનાય છે. જેના પગલે સાબરમતી ગાંધી આશ્રમની આજુબાજુમાં નવી ટીપી સ્કમ તૈયાર કરાય તેવી સંભાવના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top