Vadodara

વાસ્મો કૌભાંડમાં 111 કોન્ટ્રાક્ટર બ્લેક લીસ્ટ કરાયાં

સંતરામપુર, તા.29
મહીસાગર જિલ્લામાં ગયા વરસે વાસ્મોની નલ સે જલ યોજના અંતર્ગત કરોડોનું કૌભાંડ આચરાયું હતું. આ અંગે તંત્રએ ઊંડી તપાસ બાદ 111 કોન્ટ્રાક્ટર બ્લેક લીસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ કોન્ટ્રાક્ટરો ફરી ટેન્ડર ભરી શકશે નહીં. જોકે, આ આદેશ ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા બરાબર સાબિત થયો છે.
મહીસાગર જિલ્લામાં વાસ્મોની નલ સે જલ અંતર્ગત 111 જેટલાં કોન્ટ્રાક્ટરો હવે ટેન્ડર ભરી શકશે નહીં. વાસ્મોની નલ સે જલ યોજનામાં અનિયમિતતા બાબતે 111 એજન્સીઓને કામ ન આપવાં સૂચના અપાઇ હતી. અગાઉ વિજિલન્સ ટીમ દ્વારા મહીસાગર જિલ્લામાં વાસ્મોની નલ સે જલ યોજનાં અંતર્ગત કરવામાં આવી હતી. જેની ઊંડાણપૂર્વક તપાસને અંતે કામ કરતી એજન્સીની કામગીરીમાં અનિયમિતતા અને ખામી સામે આવતા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી જીલ્લામાં 111 જેટલી એજન્સીને કામ ન આપવાં તેમજ ચૂકવણું ન કરવા ગાંધીનગરથી મહીસાગર વાસ્મો અધિકારીને લેખિત જાણ કરાઈ હતી. આ તમામ એજન્સીઓ સામે ભવિષ્યમાં પેમેન્ટની રિકવરી કરવાના હેતુસર પેમેન્ટ નહીં ચૂકવવા ગાંધીનગરથી આદેશ વાસ્મોમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો સામે કેટલીક ક્ષતિઓ તેમજ ખોટા બીલિંગ મુકતા હોવાના ખુલાસાને લઈ ટેન્ડર ન ભરવા સૂચના અપાઇ છે.
મહીસાગર જિલ્લા કચેરી વાસ્મો દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરીમાં ખુબજ મોટે પાયે અનિયમિતતા ધ્યાને આવેલ છે. જે અંગે કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. સદર કામગીરીમાં કરવામાં આવેલ અનિયમિતતા ધ્યાને લેતા નીચે મુજબની એજન્સીઓ સામે નિયમાનુસાર કાર્યવાહી પૂર્ણ ન થાય તથા અત્રેની કચેરીની લેખિત સૂચના ન મળે ત્યાસુધી આ એજન્સીઓ વાસ્મો તથા પાણી પૂરવઠા વિભાગ હસ્તકના કોઈપણ કામોનાં ટેન્ડરમાં ભાગ લઈ શકશે નહીં.
વધુમાં આ એજન્સીઓ દ્વારા અન્ય કોઈપણ જિલ્લામાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ હોય તો તેના ચુકવણા કરતા પહેલા વડી કચેરીની મંજૂરી મેળવવાની રહેશે.

Most Popular

To Top