Vadodara

આદિનાથ ભગવાનને ઇશુરસ થી પક્ષાલ કરવા ૧૧૦૦૭ મણ ઘી ની બોલી બોલાઇ

વડોદરા : અલકાપુરી જૈન સંઘ ખાતે રવિવારના રોજ જૈનોના વર્ષીતપ ના પારણાં પ્રસંગ યોજવામાં આવ્યો હતો.
અલકાપુરી જૈન સંઘ ના પ્રમુખ CA હિંમતભાઈ શાહ તથા ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘ દ્વારા રોજ ગાય સર્કલ ખાતે છાસ ની ભક્તિ કરવામાં આવે છે પરંતુ આજે વર્ષીતપ ના પારણાં શેરડીના રસથી કરવામાં આવે છે તેથી લાભાર્થી દ્વારા આવતા જતા બધા ને શેરડી નો ઠંડો રસ પીવડાવવામાં આવ્યો હતો. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનો ની આજે અક્ષય તૃતીયા હોવાથી બધા દેરાસરો માં ઉંચી બોલી બોલી ભાવિક ભક્તો દ્વારા ભગવાન ની કેસર પુજા પૂર્વે શેરડી ના રસ થી પક્ષાલ કરવામાં આવ્યો હતો.

આજે જે લોકો ને વર્ષીતપ ના પારણાં કરવાના છે તે પાલીતાણા તથા ભગવાને સ્વયં પારણું ઉત્તર પ્રદેશના હસ્તિનાપુર માં કર્યું હતું તેથી સેંકડો ની સંખ્યા માં લોકો હસ્તિનાપુર પહોંચ્યા છે. આજે ગાય સર્કલ ખાતે ૧૦.૩૦ થી ૧૨.૩૦ શેરડી નો રસ પીવડાવવામાં આવ્યો હતો. જેમાં જૈન અગ્રણી તથા યુનિવર્સિટી નાં સેનેટ અને સિન્ડિકેટ દીપક શાહ, ચિરાગ શાહ, ભુપેન્દ્ર કોઠારી , જીગર શાહ સહિત અગ્રણીઓ જોડાયા હતાં.

Most Popular

To Top