શહેરના ડુમસ રોડ પર આવેલ સેન્ટ્રલ મોલમાં એક ટોળકી ચોરી કરવાના ઇરાદે ઘુસી હતી. આ ટોળકી મોલની પાછળના ભાગમાં આવેલ દિવાલ કુદી મોલની બારીનો કાચ તોડી મોલમાં પ્રવેશ કરી ચોરીની કોશિશ કરી હતી. પરંતુ સિકયુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી દેતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે કુલ 11 ચોર ઈસમોને ઝડપી પાડ્યા હતા.
બનાવની વિગત એવી છે કે સુરતના ડુમસ રોડ પર સેન્ટ્રલ મોલ આવેલો છે. ગઈ તા. 24 એપ્રિલને ગુરુવારની રાત્રે સેન્ટ્રલ મોલ બંધ થયા બાદ સિક્યુરિટી ગાર્ડ ફરજ પર હાજર હતા. તે દરમિયાન રાત્રે 11 જેટલા ચોર ઇસમો સેન્ટ્રલ મોલના પાછળના ભાગમાં આવેલ દિવાલ કૂદીને મોલની બારીનો કાચ તોડી મોલમાં પ્રવેશ કર્યો હતો. આ તમામ ચોર દાદર મારફતે બીજા અને ત્રીજા માળે પહોંચી ગયા હતા. જોકે આ દરમિયાન એક સિક્યુરિટી ગાર્ડ ની નજર અચાનક જ ચોરો ઉપર પડી હતી. જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે તજવીજ હાથ ધરી હતી.
સંજોગોવશાત તે દરમિયાન જ પોલીસની પીસીઆરવાન મેઈન રોડ પરથી પસાર થતા સિક્યુરિટી ગાર્ડએ તરત જ પોલીસની મદદ લીધી હતી, પીસીઆર વાનમાં સવાર પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક પરિસ્થિતિ પારખી જઈ ચોરની સંખ્યા વધારે હોવાને કારણે ઝડપથી બીજી ગાડી પણ બોલાવી લીધી હતી. જેથી અન્ય પોલીસના જવાનો પણ સેન્ટ્રલ મોલ પહોંચી ગયા હતા.
પોલીસે ટીમે સાથે મળીને બીજા અને ત્રીજા માળે અલગ અલગ દિશામાં ચોરી કરતા કુલ 11 ચોર ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બનાવને પગલે મોડી રાત્રે સેન્ટ્રલ મોલ ના મેનેજરને આ બાબતે જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે આવી ગયા હતા. હાલ ત આ સમગ્ર બનાવવામાં પોલીસે વિમલ કાંતિલાલ પટેલ (રહે કંચેશ્વર એપાર્ટમેન્ટ પીપલોદ) ની ફરિયાદ લઈ કુલ 11 ચોર ઇસમો સામે ચોરીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ બનાવમાં તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપી
(1) નરેશ ઈશ્વરભાઈ વાધેલા (રહે-છાપરાભાઠા) (2) ગોપાલ અનિલ (રહે-અમરોલી પુલની નીચે સુરત) (3) અનિલ મનોજ દેવીપુજક (રહે-અડાજણ પાટીયા ફુટપાથ) (4) અરુણ કાળુભાઈ વાઘેલા (રહે-અમરોલી ઝુપડપટ્ટીમા) (5) રામુ ભાથીભાઈ દેવીપુજક (એ-શીતલ ટોકીઝ અડાજણ પાટીયા) (6) હીરેન મહેશ ગામીત (રહે-અમરોલી બ્રીજ નીચે) (7) અજય અરવિંદભાઈ વાઘેલા (રહે-અમરોલી જકાતનાકા રોડની બાજુમા છાપરાભાઠા) (8) વિજય રમેશ ભાભોર (રહે-પીપસ આશ્રમ કતારગામ) (9) જિગ્નેશ પપ્પુભાઈ દેવીપુજક (એ-અમરોલી પુલ નીચે) (10) અજય પ્રતાપ દેવીપુજક (રહે-શીતલ ચાર રસ્તા પાટીયા સુરત) (11) મુકેશ રમેશભાઈ દેવીપુજક (એ-કોસાડ આવાસ, કોસાડ, અમરોલી).