વડોદરા: સ્ટેટ મોનિટરિંગ સેલટના પીએસઆઇ એન બી ઝાલાને બાતમી મળી હતી કે વાઘોડિયા તાલુકાના જામ્બુડિયા ગામ વસાવા ફળિયાના રહેણાક મકાનના પાછળના ભાગમાં જુગારધામ ચાલી રહ્યો છે. જેના આધારે પીએસઆઇએ તેમની ટીમના જવાનો સાથે રાખીને બાતમી મુજબના ઘરમાં દરોડો પાડ્યો હતો. જોકે પોલીસના દરોડા પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં 11 ખેલીઓના રજનીકાંત નટુ વસાવા, મહેશ રતિલાલ ઠાકોર, બચુ છોટાભાઇ વસાવા,જગદીશ રઘુનાથ રાઠોડિયા,અમિત લીલાભાઇ વસાવા, નટુભાઇ હિરાભાઇ પરમાર, જયેશ ડાહ્યાભાઇ વસાવા, રજનીકાંત કર્સનભાઇ વસાવા, રમેશ ભયજી ચૌહાણ, બુધા સોમા ચૌહાણ અને ચિમન ઉર્ફે સોમા બારિયા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે સ્થળ પર એક જુગારી ભાગી જતા તેને વોટેન્ડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારીઓના અંગજડતી અને દાવ પર લાગેલા રોકડા રૂા.38 હજાર, ત્રણ બાઇક અને એક રિક્ષા મળી ચાર વાહનો 1.60 લાખ અને 9 મોબાઇલ 31 હજાર મળી કુલ રૂા. 2.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જરોદ પોલીસના હદમાંથી જુગાર પકડાયો, અધિકારી સહિતના સ્ટાફ ઘોર નિદ્રામાં
જરોદ ગામમાં દારૂ અને પ્રોહિબિશનની પ્રવૃતિ બિન્દાસ્ત ચાલી રહી છે. થોડા દિવસો અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જરોદ ગામમા ફાટક પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં જરોદ પોલીસનો સ્ટાફ જાણે ઉંઘતો ઝડપાયો હતો. ફરી આ પોલીસ સ્ટેશનના હદના ગામમાંથી જુગારીધામ એસએમસીની ટીમે પકડ્યું છે. તેમ છતાં જરોદ પોલીસ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવ સ્પષ્ટ જણાય છે.