ગાંધીનગર : કચ્છના જખૌ દરિયામાં ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી એક પાકિસ્તાની બોટમાં સવાર 11 પાકિસ્તાની નાગરિકોની ભારતીય કોસ્ટ ગાર્ડ અટકાયત કરી એક બોટ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કચ્છના જખૌ દરિયા કાંઠે ભારતીય જળસીમામાં એક પાકિસ્તાની બોટ જોવા મળી હતી. આથી ભારતીય કોસ્ટ ગાડે આ બોટમાંથી 11 પાકિસ્તાની નાગરિકોને અટકાયત કરી, અલ-વલી નામની બોટ જપ્ત કરી હતી.
કોસ્ટ ગાર્ડની પ્રાથમિક તપાસમાં આ તમામ પાકિસ્તાની નાગરિકો માછીમાર હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા આ તમામની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ભારતીય જળ સીમામાં પ્રવેશવા પાછળ તેઓનો કોઈ અન્ય હેતુ કે ઉદ્દેશ્ય છે કે કેમ ? તેની ઊંડાણપૂર્વકની તપાસ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાલી રહી છે.