સુરત મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે તા. 19 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ટ્રાફિકના ભારણને હળવું કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 11 ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરાઈ હતી. તે માટે રૂપિયા 770 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.
આ વર્ષે સુરતવાસીઓને સંભવત: 11 જેટલા નવા ફ્લાય ઓવર બ્રિજ પણ મળશે. બજેટમાં આ સ્પીલ ઓવર પ્રોજેક્ટ માટે રૂપિયા 770 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. આ ફ્લાય ઓવર બ્રિજ એવા છે કે જે નહીં હોવાને કારણે સુરતવાસીઓ રોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ તમામ 11 બ્રિજ બની જતાં સુરતીઓનો મોટાભાગના ટ્રાફિકમાંથી છુટકારો થઈ જશે.
કયા કયા 11 ફ્લાય ઓવર બ્રિજ બનશે
- ઉધના ઝોન વિસ્તારમાં પત્રકાર કોલોની જંકશન તથા કૈલાશનગર જંકશન પર 103 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનશે
- લિંબાયતમાં મિડલ રિંગરોડના મહારાણા પ્રતાપ જંકશન પર 60 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનશે
- લિંબાયતમાં નિલગીરી સર્કલ જંકશન પર રૂપિયા 50 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનશે
- ઉધનામાં પાંડેસરા ભેદવાડ જંકશન તેમજ પાંડેસરા જીઆઈડીસી ઉપરથી રૂપિયા 50 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનશે
- ડીંડોલી-ખરવાસા રોડને ક્રોસ કરતાં કરડવા-ડિંડોલી જંકશન પર 80 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનશે
- પાલ-ઉમરા બ્રિજ પર પાલ તરફના છેડે રૂપિયા 80 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનશે
- પાલ-ઉમરા બ્રિજના એસવીએનઆઈટી તરફ એસવીએનઆઈટી તેમજ કારગીલ જંકશન પર રૂપિયા 120 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનશે
- સિટીલાઈટ ખાતે અણુવ્રત દ્વાર જંકશન પરના હયાત ફ્લાય ઓવર બ્રિજ પર ભટાર તરફથી બ્રેડલાઈનર સર્કલ પર ચડતા અને ઉતરતા રેમ્પની 80 કરોડના ખર્ચે કનેક્ટિવિટી કરાશે
- ઉધનામાં ઉધના ત્રણ રસ્તા જંકશન પર 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનશે
- રાંદેર રોડ પર રામનગર જંકશન ખાતે રૂપિયા 70 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનશે
