વાપી, નવસારી : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દસ-બાર દિવસ ઠંડીનો ભારે ચમકારો રહ્યા બાદ બે દિવસથી થોડો ઘટાડો થયો હતો. જેમાં ગુરુવારે વલસાડ જિલ્લામાં વહેલી સવારે લઘુત્તમ તાપમાન 11.5 અને મહત્તમ 33 ડિગ્રી રહ્યું હતું. જ્યારે વતાવરણમાં ભેજનું પ્રમાણ 76 રહ્યું હતું. બપોરે થોડી ગરમી રહેતા સાંજે લઘુત્તમ 15.5 અને મહત્તમ 33.5 ડિગ્રી, જ્યારે ભેજનું પ્રમાણ 92 ટકા થઈ ગયું હતું. જ્યારે નવસારી જિલ્લામાં ગતરોજ 4 ડિગ્રીનો ઘટાડો થતા ફરી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જ્યારે આજે લઘુત્તમ દોઢ ડિગ્રી વધતા ફરી ગરમીનો અહેસાસ થયો હતો.
નવસારી જિલ્લામાં ગત બુધવારે વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી ગગડ્યું હતું. જેથી જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જયારે આજે ગુરૂવારે જિલ્લામાં લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી વધતા 14.5 ડિગ્રી નોંધાયું હતું. તો બીજી તરફ મહત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડતા 31.5 ડિગ્રી નોંધાયું હતું. ગુરૂવારે સવારે ભેજનું પ્રમાણ 90 ટકા રહ્યું હતું. અને બપોરબાદ ભેજનું પ્રમાણ 33 ટકા રહ્યું હતું.
આજે પવનોએ દિશા બદલતા દિવસ દરમ્યાન ઉત્તર-પૂર્વ દિશાએથી 5.1 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો. ઉપરાંત ભરૂચ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 અને મહત્તમ 33 ડિગ્રી, જ્યારે તાપી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 અને મહત્તમ 323 ડિગ્રી રહ્યું હતું.
ક્યાં કેટલુ તાપમાન નોંધાયુ
જિલ્લો-લઘુત્ત-મહત્
વલસાડ-11.5-33
નવસારી-14.5- 31.5
ભરૂચ-14 – 33
તાપી-14 -32