સાબરકાંઠા જિલ્લા રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ અધિક્ષકની કચેરી હિંમતનગર ખાતે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં ગુહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ૧૦ હજાર બોડી બોર્ન કેમેરા પોલિસ કર્મી ઉપર લગાડીને કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે.
જેથી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંઘર્ષ નિવારી શકાય. સાઇબર ક્રાઇમ ઘટાડવા માટે પણ અનેક પગલા લેવામાં આવશે અને સોલાર રૂફટોપથી પોલીસ મથકોને સજ્જ કરાશે. આમ રાજ્યના લોકોની સુરક્ષા-સલામતી અને શાંતિ માટે પોલીસ હર હંમેશાં તૈયાર રહેશે, અને ગૃહ વિભાગ કોઇપણ ગુનેગારોને છોડાશે નહી કોઇની શેહ શરમ રખાશે નહીં.
પ્રદિપસિંહ જાડેજાએ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રેઝન્ટેશન દ્વારા સમિક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યુ હતું. આ બેઠકમાં જિલ્લામાં પોલીસ વિભાગના મહેકમ, પ્રોહીબિશન, બાઇકચોરી, મિલકત સબંધિ ગુનાઓ, હથિયારબંધી, આંતર રાજ્યમાંથી આવતા દારૂની હેરાફેરી, ગુનેગારોની ધરપકડ, અટકાયતના પગલાં, પાસા તડીપાર, પેરોલ ફર્લોની કામગીરી, લેન્ડ ગ્રેબિંગ એકટ, ગુમ આપહરણ, ટ્રાફિક સમસ્યા, ઇડરીયાગઢની આસપાસ ખનિજ ખનન, બાયોડિઝલના ગેરકાયદે વેચાણ, કોમોડીટી એકટ એન.ડી.પી. એસના ગુના, રેમડેસિવરના કાળાબજાર, રેશનિંગના અનાજના કાળાબજાર, વેચાણ, જુના વાહનો પોલીસ સ્ટેશનમાં છે.
તેનો નિકાલ, CCTV વિશ્વાસ-૧ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ખાતે ગુનાખોરીને ડામવા માટે હિંમતનગર ખાતે ૨૪ સ્થળોએ ૧૩૧ કેમેરા લગાવવામાં આવશે તેમજ વિશ્વાસ-૨ પ્રોજેકટ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મામાં ૧૩ સ્થળોએ૮૧ કેમેરા, ઇડર ખાતે ૧૮ સ્થળોએ ૧૧૩ કેમેરા મુકવામાં આવશે. વિશ્વાસ-૧ અને ૨ મળી કુલ ૫૫ સ્થળોએ ૩૨૫ કેમેરા ગોઠવવામાં આવશે. અંદાજે ૩૨૯ કરોડના ખર્ચે મુકવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં સી.સી. ટીવી કેમેરા તથા જુદા જુદા રોડ પર ક્રાઇમ ડિટેકટ માટે કેમેરા મૂકીને કાયદો વ્યવસ્થા જાળવા માટેના પ્રયાસો પર ભાર મૂકયો હતો