આણંદ: વાસદ સરકારી હોસ્પિટલ માં રહેલી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા ને વાસદ નજીક આવેલ સુદણ ગામ ના ચમન શેઠ ના ભઠ્ઠા નો કેસ મળ્યો હતો. અહીં ભઠ્ઠા પર કામ કરતા શહેજાદ ભાઈ ના પત્ની શાહીન બેન ડિલિવરી પર હતા અને પૂરા મહિના હોવાથી ડિલિવરી ના દર્દ થી પીડાતા હતા.
જેથી તેમના શેઠે 108 એમ્બ્યુલન્સ સર્વિસ પર કોલ કરી ને એમ્બ્યુલન્સ બોલાવી હતી.કેસ મળતા જ વાસદ 108ની ટીમ ઈ એમ ટી કમલેશ અને પાયલોટ રમેશ ભાઈ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાં જઈ તપાસ કરતા શાહીન બેન શહેઝાદ ભાઈ સૈયદ ને બીજી ડિલેવરી નો અસહ્ય દુખાવો ચાલુ થઈ ગયો હતો.
જેથી તરતજ એમ્બ્યુલન્સ માં લઇ હોસ્પિટલ તરફ નીકળ્યા હતા. પરંતુ હોસ્પિટલ તરફ જતા દર્દ એટલું બધું વધી જતા અને તપાસ કરતા તરત ડિલેવરી કરાવી પડે એવું હતું તેથી એમ્બ્યુલન્સ માં ડિલેવરી કરાવી પડે તેમ હોય એમ્બ્યુલન્સ ને સાઈડ માં ઉભી કરાવી હતી.અહીં પરંતુ અહી બાળકને નાડ ગળા ના ભાગ ના ફરતે વિટલાયેલી (એરાઉંડ થી નેક) હતી.
જે એક ખૂબ જટિલ ડિલિવરી હતી.પરંતુ ઇ એમ ટી કમલેશ પોતાને મળેલી ટ્રેનિંગ અને ઓન કોલ ફિજીસ્યનની સલાહ મુજબ જરૂરી ટેકનિક વાપરી ડીલેવરી કરાવી બાળક અને માટે ની જીંદગી બચાવી હતી.અહી બાળક ની જરૂરી સારવાર આપી અને ત્યાર બાદ માતા ને જરૂરી ઈન્જેશન આપી તેમને નજીક ની વાસદ સરકારી દવાખાને લઇ ગયા હતા.