Gujarat

૧,૦૦૦ કરોડનું જાહેર કરેલું પેકેજ એ ગુજરાતને હળાહળ અન્યાય સમાન છે : કોંગ્રેસ

નુકસાન થયું છે. આ નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્તોને થયેલા નુકશાનનું સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે તેવી માગણી સાથે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના રાજ્યપાલને મળી આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, રાજ્ય સભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય પુંજાભાઈ વંશ સહિતના સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના રાજ્યપાલને મળી આવેદનપત્ર આપ્યું હતું.

રાજ્યપાલને આપવામાં આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે તાઉતે વાવાઝોડાથી અતિપ્રભાવિત જીલ્લાઓ સહીત સમગ્ર રાજ્યમાં અંદાજીત ૭૦ લાખ જેટલા બાગાયતી વૃક્ષો સંપૂર્ણ નાશ પામવાથી અને ગંભીર નુકશાનીના કારણે લગભગ રૂપિયા ૭,૦૦૦ કરોડ તેમજ ખેતરમાં ઉભેલા ઉનાળું કૃષિ પાકોથી અંદાજીત રૂપિયા ૪૦૦ કરોડ જેટલી ભારે મોટી નુકશાનીનો બોજ જગતના તાત સમાન ખેડૂતો ઉપર પડ્યો છે.

ઉપરાંત અતિપ્રભાવિત એવા ભાવનગર જીલ્લાના ઘોઘા બંદર થી લઈને ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ સુધીના સમુદ્રકાંઠે નાના-મોટા દરેક બંદરોની જેટીઓને ક્ષતિ પહોચી છે તેમજ સાગરખેડું એવા માછીમારોની અંદાજીત ૧,૦૦૦ જેટલી બોટ, ટગ અને જહાજોએ જળ સમાધિ લીધી છે અથવાતો ગંભીર પ્રકારની નુકશાનીના કારણે લગભગ રૂપિયા ૫૦૦ કરોડથી વધુનું નુકશાન વેઠવું પડેલ છે તેમજ સમુદ્રકાંઠે સતત ધમધમતા અને સ્થાનિક લોકોને રોજગાર પૂરું પાડતા અસંખ્ય ઔદ્યોગિક એકમો અને ગોદામો સહીત નાના-મોટા વ્યવસાયકારોને લગભગ રૂપિયા ૫,૦૦૦ કરોડથી વધુનું નુકશાન વેઠવું પડ્યું છે.

આમ, છેલ્લા ૧૦૦ વર્ષના અતિવિનાશક એવા તાઉતે વાવાઝોડાથી અતિપ્રભાવિત જીલ્લાઓ સહીત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારે અંદાજીત કુલ રૂપિયા ૧૫,૦૦૦ કરોડ થી વધુનું ભારેમોટું નુકશાન થયું હોવા છતાંયે માન. પ્રધાનમંત્રીએ હવાઈ નિરીક્ષણ કરી અને માત્ર રૂપિયા ૧,૦૦૦ કરોડનું જાહેર કરેલું પેકેજ એ ગુજરાતને હળાહળ અન્યાય સમાન છે.

વાવઝોડાના ભારે નુકસાનમાં રાજ્ય સરકારે માત્ર રૂપિયા ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરી અને ભાજપની ખેડૂત વિરોધી માનસિકતા છતી કરેલી છે ત્યારે વાવાઝોડાથી વિવિધ રીતે અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા માટે નીચે મુજબના સત્વરે પગલાઓ ભરવા માટે આપના મારફતે સુતેલી સરકારને વિનંતી કરીએ છીએ.

Most Popular

To Top