SURAT

ખરાબ ગંધ આવ્યા બાદ વેસુના પરિવારના 10 સભ્યોનો શ્વાસ રૂંધાયો અને થોડી જ વારમાં…

સુરત (Surat): દુર્ગંધ (Bad Smell) આવ્યા બાદ એકાએક સુરતમાં એક પરિવારના 10 સભ્યોની તબિયત બગડી હતી. શહેરના વેસુ (Vesu) વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં રહેતા આ શ્રમિક પરિવારના 4થી 5 બાળકો સહિત 10 થી વધુ લોકોને અચાનક ગૂંગળામણ બાદ થોડી જ વારમાં ખાંસી અને ઉલટીઓ થવા માંડી હતી. તેથી ગભરાટનો માહોલ ફેલાયો હતો. તાત્કાલિક તમામને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

  • વેસુ-યુનિવર્સિટી રોડની ઘટના
  • દુર્ગંધ બાદ 5 બાળકો સહિત 10 જણા ને ખાંસી-ઊલટીઓ થઈ
  • તમામને સિવિલમાં દાખલ કરાયા, તબિયત સ્થિર

પીડિતો એ કહ્યું હતું કે કોઈ દુર્ગધ આવ્યા બાદ તકલીફ શરૂ થઈ હતી. મેડિકલ ઓફિસર ડો. આરતી એ કહ્યું હતું કે ગેસ દુર્ગધ આવ્યા બાદ ખાંસી અને ઉલટી ની ફરિયાદ લઈ ને આવતા મેડિસિન અને બાળકોના વોર્ડમાં દાખલ કરાયા છે. હાલ તમામની તબિયત સારી છે.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાત્રે 8 વાગ્યા બાદ બની હતી. ફાયરને કોલ સવારે 6 વાગે મળ્યો હતો. કોઈ કેમિકલની દુર્ગધ આવતા 5 બાળકો સહિત 10 જેટલા લોકોની તબિયત બગડી હતી. હાલ તમામને સિવિલમાં સારવાર અપાઈ રહી છે. જોકે દુર્ગધ ગેસની છે કે કેમિકલ ની એની કોઈ પુષ્ટિ થઈ નથી.

ફાયર ઓફિસર મારુતિ સોનવણેએ જણાવ્યું હતું કે ઘટના મંગળવાર રાતે બની હતી. સવારે કોલ મળ્યો હતો. પીઆઇ, પાલિકાના ડેપ્યુટી ઈજનેર, તલાટી, ગુજરાત ગેસ કંપનીના માણસો સહિતની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. જોકે ત્યારે કોઈ દુર્ગંધ આવતી ન હતી. તમામ આશ્ચર્યમાં પડી ગયા હતા. પીડિત પરિવારની ફરિયાદ છે કે દુર્ગંધ આવ્યા બાદ ખાંસી, ઉલટી, ગૂંગળામણ અને ગળામાં બળતરા થઈ હતી. તબિયત વધુ બગડતા તમામને સિવિલ સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તમામને દાખલ કરી દેવાયા હતા. હાલ FSL ની ટીમ પણ સ્થળ વિઝીટ કરી તપાસમાં જોડાશે.

Most Popular

To Top