ભુવનેશ્વર (BHUVNESHAVAR) ઓડિશા (ODISHA) ના કોરાપુટ (KORAPUT) જિલ્લામાં રવિવારે એક પીકઅપ વાન (PICK UP VAN) પલટવાથી ઓછામાં ઓછા 10 લોકોનાં મોત (10 PEOPLE DEATH) નીપજ્યાં હતાં અને 15 અન્ય લોકો ઘાયલ થયાં હતાં. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના કોટપડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુરતાહંડીમાં બની હતી. તેમણે કહ્યું કે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે આશરે 3૦ લોકો પડોશી છત્તીસગઢ રાજ્યના એક સગાને ત્યાં મરણની વિધિમાં જોડાયા પછી તેમના ગામ પરત ફરી રહ્યા હતા.
કોરાપુટના પોલીસ અધિક્ષક, વરુણ ગુંટુપલ્લીએ જણાવ્યું હતું કે 10 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. તેમણે કહ્યું કે 15 ઇજાગ્રસ્તોને કોટપડની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ થયેલા 10 લોકોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
કોરાપુટના ડીએમ મધુસુદન મિશ્રાએ જણાવ્યું હતું કે મુસાફરો ઓડિશાના સિંધીગુડા ગામથી છત્તીસગઢના કુલ્તા ગામ તરફ જઈ રહ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ઘાયલ થયેલા 10 લોકોની હાલત ગંભીર છે. પોલીસનું કહેવું છે કે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે વાન પલટી ગઈ હતી.રસ્તામાં તેમની કાર બેકાબૂ બની અને એક ઝાડને ટક્કર મારી. જેના કારણે આટલો મોટો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાથી આસપાસમાં સનસનાટી મચી ગઈ હતી.
મહારાષ્ટ્ર માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત, આઠ ઘાયલ
આવી જ રીતે બીજો એક મોટો અકસ્માતમાં મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં કરાડ નજીક બે વાહનોની ટક્કર થતાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં આઠ લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે જણાવ્યું કે મૃત્યુ પામેલા ત્રણ શખ્સ પુણેના કુસ્તીબાજ હતા અને કોલ્હાપુરથી કારમાં પરત ફરી રહ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.