સુરત: (Surat) સુરત નજીક માંડવી (Mandvi) ખાતે આવેલા આમલી ડેમમાં (Aamli Dam) મંગળવારે 7 લોકોના ડૂબી (The drowning of the people) જવાની દુર્ઘટના બની છે. અંદાજે 70થી 80 ફૂટ ઊંડા પાણીમાં 7 લોકો ડૂબી જવાનો કોલ મળતા માંડવી ઉપરાંત બારડોલી અને કામરેજના લાશ્કરોએ પહોંચી જઈ રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) હાથ ધર્યું છે. સતત 6 કલાકની મહેનત બાદ ફાયરને ડેમમાંથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હજુ 5 લોકો ગૂમ છે. લાપતા લોકોને શોધવા ફાયરના લાશ્કરો (Fire brigade) મહેનત કરી રહ્યાં છે. રેસ્ક્યૂ સ્પીડ બોટ (Speed boat) દ્વારા પણ શોધખોળ કરવામાં આવી રહી છે. કુલ 16 લોકોની 3 ટીમ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ છે. આ ઘટનાના પગલે ગ્રામજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.
- શ્રમિકો રોજિંદા ક્રમ મુજબ ડેમની વચ્ચે આવેલા ડુંગરા પર ઘાસચારો કાપવા જઈ રહ્યાં હતાં
- સવારે શ્રમિકો જઈ રહ્યાં હતાં ત્યારે નાવડી પલટી જતા 10 શ્રમિકો ડૂબ્યા
- બૂમાબૂમ થતાં સ્થાનિક તરવૈયાઓએ પહોંચી જઈ 3ને બચાવી લીધા
- ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આમલી ડેમ આવેલો છે. અહીં નાવડીમાં બેસાડીને દેવગીરી ગામના શ્રમિકોને વચ્ચે આવેલા ડુંગર પર ઘાસ લેવા લઈ જવાઈ રહ્યાં હતાં ત્યારે નાવડી પલટી ગઈ હતી. ડેમમાં 10 શ્રમિકો ડૂબી ગયા હતા, જે પૈકી 3ને બચાવી લેવાયા છે, 2 ના મૃતદેહ મળ્યા છે અને 5 મિસીંગ છે.
આમલી ડેમની વચ્ચે આવેલા ડુંગર પર રોજ શ્રમિકો ઘાસચારો લેવા જતા હોય છે. રોજના ક્રમ અનુસાર મંગળવારે સવારે શ્રમિકો નાવડીમાં બેસીને જઈ રહ્યાં હતાં ત્યારે નાવડી પલટી મારી ગઈ હતી, જેથી શ્રમિકો પાણીમાં ડૂબી ગયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક ગ્રામવાસીઓ દોડી ગયા હતા. ફાયર અને પોલીસને જાણ કરી દેવાઈ હતી. તરત જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. સ્થાનિક તરવૈયાઓએ 3 જણાને બચાવી લીધા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે.