National

એક જ દિવસમાં દેશમાં 10 લાખથી વધુ લોકોને રસી મૂકાઇ

ભારતમાં રસીકરણ અભિયનમાં આપવામાં ડોઝની કુલ સંખ્યા 1.77 કરોડને વટાવી ગઈ છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું.હાલના રસીકરણ તબબકમાં 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી ઉપરના અન્ય બીમારી ધરાવતા લોકોને રસી આપવામાં આવી રહી છે. દેશમાં ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ કુલ 1,77,11,287 રસી ડોઝ આપવામાં આવ્યા હતા.

દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાનમાં 48મા દિવસે ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધી કુલ 10,93,954 રસી ડોઝ આપવામાં આવ્યા હતા.રસીકરણના આ તબક્કામાં ઘણા નેતાઓએ પણ રસી લીધી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે માતાપિતા સાથે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે કહ્યું કે, મને અને મારા માતાપિતાને આજે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ મળ્યો. અમને કોઈ તકલીફ નથી અને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. રસીકરણ અંગે ‘ડરવા જેવુ કંઈ નથી’.

આ ઉપરાંત, નાણામંત્રી નિર્મલા સીતારામને પણ ગુરુવારે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. નિર્મલા સીતારમને ટ્વિટ કર્યું કે, આજે સવારે COVID-19 સામેની રસીકરણનો મને પ્રથમ ડોઝ મળ્યો. તેમણે સિસ્ટર રમ્યા પીસીને ‘સંભાળ અને કાર્ય’ બદલ આભાર માન્યો હતો.

દેશમાં પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે ગુરુવારે એઈમ્સમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. સિંહની સાથે તેમની પત્ની ગુરશન કૌર પણ હતા, તેમણે પણ રસીનો ડોઝ લીધો હતો. તેઓને ભારત બાયોટેક દ્વારા સ્વદેશી રીતે વિકસિત રસી આપવામાં આવી હતી.88 વર્ષીય કૉંગ્રેસના નેતા ઑલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)માં રસી મળ્યાં બાદ લગભગ અડધા કલાક સુધી રહ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top