Vadodara

વિશ્વામિત્રીની જમીન પરના દબાણો તોડી 1 લાખ ફૂટ જમીન પાછી મેળવાશે

વડોદરા : મહાનગર પાલિકાની સામાન્ય સભામાં અઘોરા મોલ નો મુદ્દે વિરોધ પક્ષના નેતા અમી રાવત ફ્લોર પર બેસી ગયા હતા. અગોરા બિલ્ડર દ્વારા વિશ્વામિત્રી નદીની કોતરમાં સરકારી જમીનમાં દબાણ બાબતે 1 લાખ ફૂટ જમીન પાછી મેળવવામાં આવશે તેવી મેયરે જાહેરાત કરી હતી. કોગ્રેસ પક્ષે આ નિર્ણયને લોકોનો વિજય ગણાવ્યો હતો. નદીના પુરથી બચવા માટે માટે દીવાલ બાંધી છે તે બાબતે વિવાદ વિવાદ સર્જાયો હતો. વડોદરા શહેરમાં બાલાજી ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં ગેરરીતિનો આક્ષેપ થઈ રહ્યો છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.

કારેલીબાગ ખાતે આવેલા વિશ્વામિત્રી નદી ના પટ પર વિવાદિત આશિષ શાહ ના અઘોરા મોલ એ ૫૦ હજારથી વધુ સ્ક્વેર મીટર થી વધુ દબાણ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તે તત્કાલીન કલેકટર સાલીની અગ્રવાલે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ઉપાધ્યાયને ઓર્ડર મોકલ્યો હતો. કમિશનર શાલિની અગ્રવાલ પોતાના જ ઓર્ડર ના આદેશનો અમલ થતો નથી. મહાનગર પાલિકાની સામાન્ય સભામાં અગોરાનો મોલ મુદ્દો ઉઠ્યો હતો.વિપક્ષ નેતા અમી રાવતે પ્રથમ સભાના એજન્ડામાં ઓડનગરમાં બિલ્ડરે જમીન ફાળવવા મુદ્દેની દરખાસ્તની બાબતે  કોગ્રેસ પક્ષ દ્વારા ઓડનગરની PMY યોજનામાં અગોરા –માનવ ઇન્ફ્રાસ્ત્ર્ક્ચ્ર પ્રા.લિમિટેડ બિલ્ડરને જમીન આપવાની દરખાસ્તનો વિરોધ નોધાવે છે.

અને તે દરખાસ્ત સામે અગોરા બિલ્ડરે સંજયનગર–સમામાં ૧ ફૂટ જમીન ના દબાણ બાબતે અમી રાવતે વિરોધ નોંધાવ્યો હતો.અને દરખાસ્તની સામે નામંજૂર કરવા વિરોધમાં મતદાન કર્યું અને  રજૂઆત કરી કે જ્યારે એજ અગોરાના બિલ્ડર દ્વારા ૧ લાખ સ્ક્રે. ફૂટ. સરકારી જમીનનો કબજો વિશ્વામિત્રી નદીના કોતરમાં કર્યો છે. ઓડનગરની PMY યોજનામાં બિલ્ડરને ઓછી મળેલી જમીન માટે દરખાસ્ત લાવો છો તો અગોરા બિલ્ડર દ્વારા કરોડોની જમીન દબાવી પાડી છે. એ બાબતની દરખાસ્ત કેમ લાવતા નથી. અને જ્યારે  છેલ્લા ૬ વર્ષથી કોગ્રેસ પક્ષ તથા વિવિધ સંગઠનો દ્વારા વિશ્વામિત્રી નદીમાં પૂરને આમત્રણ આપતી અગોરાની દિવાલ બાબતે આંદોલન થઈ રહ્યા છે પણ બિલ્ડરના ભ્રષ્ટાચારના કારણે શાસકો નિર્ણય કેમ લેતા નથી.

વિરોધ પક્ષના નેતા અમી રાવતે આજે આક્રોશપૂર્વક રજૂઆત કરી હતીકે વડોદરાના હિતમાં, પર્યાવરણની સુરક્ષા અને કોર્પો.ને કરોડોનો ફાયદો થાય તે માટે વિશ્વામિત્રી નદીમાં અગોરા બિલ્ડરે ગેરકાયદેસર કબજો કરેલ 1-લાખ સ્ક્રે.ફૂટ જમીન બાબતે નિર્ણય લો. નહિતર અને હવે પછીની તમામ સભામાં લોકશાહીના અધિકારરૂપે વિરોધ પ્રદર્શન હું જમીન પર બેસીશ અને મારા અધિકારના ભાગરુપે સભાની પ્રોસિડિંગમાં પણ ભાગ લઈશ. આમ ઉગ્ર વિરોધ સાથે આંદોલનની  જાહેરાત કરી હતી.

જો એક સભાસદ સભાના ફ્લોર પર બેસી ને ન્યાયની માગણી  માટે વિરોધ કરે અને મેયરશ્રી નિર્ણય નહિ લેતો સભાની ગરિમા નહિ જળવાય અને તેનું સન્માન કરવાની જ્વાબદારી મેયરની છે  અને આજે વિરોધનાં ભાગરૂપે અગોરા બિલ્ડર દ્વારા કબજો કરેલ વિશ્વામિત્રી નદીની સરકારી  જમીન બાબતે આજે આખી રાત કોર્પો.ની સભામાં જ ધરણાં કરીશ. અને બીજા દિવસસે/આવતીકાલે 28 તારીખે  સવારે ૧૧;00 વાગ્યે ગુજરાતનાં મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી વિજિલન્સની તપાસની માંગણી કરીશ. બીજી સભાની શરૂઆત થઈ ત્યારે તરતજ  અમી રાવતે વિશ્વામિત્રી નદીની જમીનનો મુદદ્દા બાબતે ફલોર પર બેસીને વિરોધ કર્યો હતો અને  બિલ્ડર કબજામાંથી પરત લેવાની માંગણી કરી હતી.

Most Popular

To Top