Vadodara

SBI ક્રેડિટ કાર્ડ ચાલુ કરવાના બહાને OTP મેળવી 1.90 લાખ તફડાવ્યા

વડોદરાં ઍસ.બી.આઈ.નું ક્રેડિટકાર્ડ ચાલુ કરાવવાના બહાને ઓટીપી નંબર મેળવી લેનાર ઠગે ગણતરીનીપળોમાં યુવાનના ખાતામાંથી ૧.૯૦ લાખ રૂપયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લેતા સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાવ્યો હતો. ગોત્રી રામેશ્વર વિદ્યાલય પાસે નવનાથનગર સોસાયટીમાં રહેતા વિજય રમણભાઈ લિમ્બચિયા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તારીખ ૅં- ૭-૧૨-૨૦૨૦ના રોજ મોબાઈલથી સંપર્ક કરનાર ઠગે જણાવેલ કે, ઍસબીઆઈના ક્રેડિટ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છુ. તમારૂ કાર્ડ ચાલુ કરવા માટે વિગત માંગી હતી. ઓટીપી નંબર આવતા જ ગઠીયાઍ મેળવી લઈને કાર્ડ લિમિટ વધારવાનું પ્રલોભન આપ્યું હતું.

ગણતરીની પળોમાં ૫૦,૪૪૭ રૂપયા હાઉસિંગ કોમ તથા ૧.૩૯ લાખ રેલ્ડિટલમાં જમા થયાનો મેસેજ મોબાઈલમાં આવતા જ વિજયભાઈ ચોંકી ઉઠયા હતા. તુરંત કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. ૧.૯૦ લાખની છેતરપિંડી અંગે સાયબર ક્રાઈમમાં અરજી આપતા તપાસ ચાલુ થઈ ગઈ હતી. જેમાં ૫૦૪૪૭ હાઉસિંગ કોમમાંથી રૂપિયા ૪૯,૮૦૦ મહિન્દ્રા કોટકના બેંક ગ્રાહક સોનિયા કુલવંતસિંગના ખાતામાં જમા થઈ ગયા હતા. જયારે રેલ્ડીગીટલમાંથી ઓનલાઈન બે ફોન ખરીદ કરાયાની વિગત સાંપડી હતી. સાયબર ટીમ ટૂંક સમયમાં જ દિલ્હી જઈને આરોપીઓના સગડ શોધવા માટે જવાની હોવાની વિગત સૂત્રો દ્વારા સાંપડી હતી.

Most Popular

To Top