Gujarat

રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો તા.1 એપ્રિલથી ૩૧-મે સુધી હાથ ધરાશે

ગુજરાતમા સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો તા.૧ એપ્રિલ-ર૦ર૧ થી શરૂ થશે. રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા આગામી તા.૧ એપ્રિલ-ર૦ર૧થી તા.૩૧-પ-ર૦ર૧ દરમ્યાન આ રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરવા મંજૂરી આપી છે.

આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇ ને નદી પૂન: જિવીત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે.

ર૦૧૮ના વર્ષથી રાજ્યમાં શરૂ કરાવેલા આ જળ સમૃદ્ધિ અભિયાન સુજલામ-સુફલામ જળ અભિયાન અન્વયે છેલ્લા ૩ વર્ષમાં રાજ્યભરમાં જળસંગ્રહ સ્ત્રોતની સાફ-સફાઇ અને વૃદ્ધિ કરવાના કામોમાં ૧૬,૧૭૦ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે, એટલું જ નહિ, ૮૧૦૭ ચેકડેમ અને ૪૬ર જળાશયોના ડિસીલ્ટીંગ, રર૩૯ ચેકડેમના રિપેરીંગ, પ૬૮ નવા તળાવોનું નિર્માણ અને ૧૦૭૯ નવા ચેક ડેમ મળીને સમગ્રતયા ૪૧,૪૮૮ કામો કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ૩૮,૩ર૩ કિ.મી. લંબાઇમાં નહેરોની અને પ૧૧૩ કિ.મી. લંબાઇમાં કાંસની સફાઇ કરવામાં આવેલી છે. આ બધા જ કામોની સફળતાને પગલે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં ૪ર,૦૬૪ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલા આ કામો અને સારા વરસાદને પગલે રાજ્યમાં વિશાળ જળસંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top