દીપાવલી મહાપર્વ નિમિત્તે સુરત નર્સિંગ એસોસિયેશન દ્વારા સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ અવસરે નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગની બહેનોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે 500 કિલો ખજુર અને 500 કિલો ગોળ અર્પણ કર્યો હતો.
નર્સિગ એસોસિયેશન દ્વારા સિવિલની સગર્ભા માતાઓ, ડિલીવરી થઈ હોય તેવી માતાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે 182 કિલો ખજુર અને ગોળ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાયનેક વિભાગના વડા ડો. રાગિણી વર્મા, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડિવાલા, આરએમઓ ડો.કેતન નાયક, દિનેશ અગ્રવાલ, વિરેન પટેલ, નિલેશ લાઠિયા તેમજ હેડ નર્સ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખની મુલાકાત વખતે તેમને કોરોના કાળ દરમિયાન ડોકટરર્સ અને નર્સિંગ સ્ટાફે દિન-રાત કરેલી કામગીરીને બિરદાવી હતી. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વમાં ભારતે 100 કરોડ વેકિસનના ડોઝ આપી નાગરીકોને સુરક્ષિત કરવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. જેમાં નર્સિંગના કર્મયોગીઓનું અનન્ય યોગદાનને રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આવનારુ વર્ષ સૌના માટે સુખમય, સમૃદ્ધિમય, આરોગ્યદાયક, યશસ્વી નીવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી.