વિશ્વમાં રેર તરીકે ગણાતા અને શરીરમાં ત્રણ કિડની ધરાવતા સરદાર માર્કેટના શ્રમજીવીનું સ્મીમેર હોસ્પિટલના સર્જરી ડિપાર્ટમેન્ટ અને એનેસ્થેસ્યી ડિપાર્ટમેન્ટના તબીબોએ સફળ ઓપરેશન કરી શ્રમજીવી યુવાનને નવજીવન પૂરું પાડવામાં આવ્યું છે અને યુવાનના રૂપિયા બચાવ્યા છે.
સ્મીમેર હોસ્પિટલના સર્જરી ડિપાર્ટમેન્ટના એચઓડી ડો.જિતેન્દ્ર દર્શન અને યુનિટ હેડ ડો.દિનેશ પ્રસાદે જણાવ્યું હતું કે, સરદાર માર્કેટમાં છૂટક મજૂરીકામ કરતો 21 વર્ષનો યુવાન એક વર્ષ અગાઉ મોટુ પેટ લઇને સ્મીમેરમાં આવ્યો હતો. જયાં તેની પ્રાથમિક નિદાન માટે સોનોગ્રાફી કરવામાં આવી હતી.
જ્યાં યુવાનની ડાબી બાજુ કિડની જોવા મળી આવી ન હતી. જેથી તબીબોએ ડિટેઇલમાં જઇ તપાસ કરતા યુવાનને બે નહીં પરંતુ ત્રણ કિડની જોવા મળી હતી. જેમાં ડાબી બાજુની કિડની જમણી બાજુની કિડની સાથે જોડાઇ ગઇ હતી. જ્યારે ત્રીજી કિડની આડી જોવા મળી આવી હતી. જેના કારણે શ્રમજીવીને પેશાબ કરવામાં તકલીફ પડતી હતી.
તબીબો દ્વારા તેનું પ્રાથમિક ઓપરેશન કરી તેના શરીરમાં અગાઉ જમા થયેલો અંદાજે અઢી લીટર પેશાબ બહાર કાઢવામાં આવ્યો હતો. બાદ તેને પાઇપ લગાવી આપવામાં આવી હતી. ત્યાર બાદ કોવિડની સ્થિતિ ઉદભવતા સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી અને ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી યુવાન પણ પાઇપ સાથે રહેતો હતો. બાદ તારીખ અને સમય બે ડિપાર્ટમેન્ટ એટલે કે સર્જરી અને એનેસ્થેસ્યા ડિપાર્ટમેન્ટના તબીબોએ નક્કી કરી ગત તા.27 ફ્રેબ્રુઆરીનો રોજ સતત સાડાત્રણ કલાક ઓપરેશન પૂરું પાડવામાં આવ્યું હતું.
યુવાને અગાઉ પાંચથી સાતવાર આ દર્દની ટ્રીટમેન્ટ બહાર લીધી હતી
સરદાર માર્કેટમાં છૂટક મજૂરી કરતા યુવાનને આ જન્મજાત બીમારી હતી. તેની 21 વર્ષની ઉંમરમાં વારંવાર પેશાબ બંધ થવાની ફરિયાદો ઊભી થતી હતી. તેને તેના મૂળ વતન યુપીમાં પણ આ માટે ઇલાજ કરાવ્યો હતો. પરંતુ ત્યાંના તબીબોએ મૂળ સુધી ઇલાજ નહીં કરી માત્ર પેશાબ શરૂ કરાવી શ્રમજીવીને રવાના કરી દેતા હતા. યુવાને અગાઉ 5થી 7 વાર બહાર સારવાર લીધી હતી. બાદ સ્મીમેર હોસ્પિટલમાં આવતા તેની સફળ સર્જરી કરવામાં આવી હતી.
તબીબોએ ભવિષ્યમાં પેશાબની નળી સંકોચાય નહીં જાય એ માટેની પણ પૂર્વ તૈયારી કરી આપી
સ્મીમેરના હોસ્પિટલના તબીબોએ યુવાનને ભવિષ્યમાં પણ પેશાબ નહીં સંકોચાય નહીં જાય તે માટે વિચારી લીધું હતું. ચાલુ ઓપરેશન તબીબોએ તેની પેશાબની નળીને કાપીને ક્રોસ રીતે ટાંકા લઇ તેનો હોલ પાંચ સેન્ટીમીટરથી વધારીને 7થી 8 સેન્ટીમીટર સુધીનો મોટું ગોળ બનાવી દીધું હતું. જેથી યુવાનને ભવિષ્યમાં પણ પેશાબની નળી સંકોચાય નહીં જાય એ માટેની પૂર્વ તૈયારી યુવાનને કરી આપી હતી. યુવાનનું ઓપરેશન વારંવાર થવાનું નથી. તે વિચારીને તબીબોએ આ ઉપાય વિચાર્યો હતો.