દુનિયાની બીજી સૌથી વૃદ્ધ વ્યક્તિએ કોરોના વાયરસને હરાવ્યો છે. 116 વર્ષીય લુસિલે રેન્ડન ઉર્ફ સિસ્ટર એન્ડ્રી ફ્રાન્સની નન છે. જે કોઈ પણ પ્રકારના દર વિના કોરોનાને હરાવીને ગુરુવારે તેનો 117મો જન્મદિવસ ઉજવશે. અહેવાલ અનુસાર, સિસ્ટર એન્ડ્રી ફ્રાન્સના ટૌલોન શહેરમાં રહે છે. જે જાન્યુયારીના મધ્યમાં કોરોનાની ચપેટમાં આવ્યા હતા. તેમણે ત્રણ અઠવાડિયામાં કોરોનાને હરાવ્યો હતો.
એક ઇન્ટરવ્યુમાં સિસ્ટર એન્ડ્રી જણાવ્યું કે, તેમણે ખ્યાલ પણ નથી આવ્યો કે તે કોરોના સંક્રમિત હતા. સિસ્ટર એન્ડ્રી વ્હીલચેરનો ઉપયોગ કરે છે. પરંતુ, તે કોરોના રિપોર્ટ આવ્યો ત્યારે બિલકુલ ચિંતિત થઈ નહોતી. સિસ્ટર એન્ડ્રી કેર ગૃહમાં રહે છે. કેર હોમના કમ્યુનિકેશન્સ મેનેજર ડેવિડ ટેવેલાએ જણાવ્યું હતું કે, કોરોના રિપોર્ટ આવ્યા બાદ સિસ્ટર એન્ડ્રીએ પોતાના સ્વાસ્થ્ય અંગે પૂછ્યું નથી. પરંતુ, એ જાણવા માગ્યું કે, તેનો નિયમિત (જેમ કે ભોજન અથવા ઊંધવાનો સમય) બદલાશે કે નહીં.