આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીની ગયા અઠવાડિયે વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની પર સોમવારે રાયબરેલીમાં શાહી ફેંકાઇ હતી. પોલીસે જણાવ્યુ હતું કે, બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યની હોસ્પિટલોનો ઉલ્લેખ કરતા આ ટિપ્પણી કરી હતી. તેમણે શનિવારે રાજ્યની હોસ્પિટલો વિશે ટિપ્પણી કરતી વિડીયો ક્લિપ અનુસાર, બાળકો હોસ્પિટલમાં પેદા થઈ રહ્યા છે, પરંતુ તે કુતરાઓના છે. આ ટિપ્પણીના થોડા સમય બાદ તેમના પર શાહી ફેંકવામાં આવી હતી. ત્યારબાદ, સોમનાથ ભારતી તેની આસપાસના પોલીસકર્મીઓ સાથે પણ દલીલ કરતા પણ જોવા મળ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે, તેઓ પોલીસની વર્દી છીનવી લેશે. તેમણે પોલીસકર્મીઓને કહ્યું કે, યોગી આદિત્યનાથને કહો “આ બધાથી કોઈ ફર્ક નહીં પડે.