રશિયાના પર્યટન સ્થળે 131 ફુટ થીજી ગયેલા ધોધના શાર્ડ્સ તૂટી પડતાં એક પ્રવાસી માર્યો ગયો છે. તેમજ અન્ય ચારથી વધુ લોકો વિશાળ આઈસ્કલ્સની નીચે ફસાઈ ગયા હતા. ત્યારબાદ, ગુરુવારે બચાવકર્તાના સાત ગ્રૂપ આઈસ્કલ્સની નીચે ફસાયેલા લોકોને બચાવવા રસિયાના પેસિફિક કાંઠા પરના આવેલા વિલ્યુચિન્સ્કી ધોધે દોડી ગયા હતા.ત્યાં હાજર લોકોએ ‘ગંભીર રીતે ઘાયલ’ બાળકને બહાર કાઢ્યું હતું. તેમજ અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને બચાવી લેવામાં આવ્યા હતા. જેમથી એક પુરુષ અને સ્ત્રીનો સમાવેશ થાય છે. બચાવ કામગીતિ માટે ચિકિત્સકો અને તપાસકર્તાઓ સાથે ઇમરજન્સી એમઆઈ -8 હેલિકોપ્ટર ટૂરિસ્ટ સાઇટ પર રવાના કરાયું હતું.
ઇમરજન્સી મંત્રાલયની પ્રેસ સર્વિસ અનુસાર, આ ઘટનામાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો, એક માણસને આઈસ્કલ્સની નીચેથી બહાર કાઢવામાં આવ્યો છે અને ચાર લોકો બરફની નીચે ફસાયા છે. આઈસ્કલ્સ નીચેથી બહાર કઢાયેલા બે પુખ્ત વયના વ્યક્તિઓ અને બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ધોધનું હિમનદીના પ્રવાહમાંથી રચાય છે. શિયાળામાં તે ઘણીવાર સ્થિર થાય છે.