Gujarat

તાઉતેને કારણે રાજ્યના ૨૨૬ તાલુકાઓમાં વરસાદ પડ્યો, નડિયાદમાં ૯ ઈંચ વરસાદ


તાઉતે વાવાઝોડુ ઉત્તર ગુજરાતમાંથી મંગળવારે મોડી રાત્રે રાજસ્થાન તરફ સરકી ગયું હતું. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં ધીરે ધીરે તાઉતેના વાદળો વિખેરાઈ ગયા હતા એટલું જ નહીં આકાશ સ્વચ્છ બની ગયું હતું. જો કે તેની અસર હેઠળ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૨૬ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં ખેડાના નડિયાદમાં ૯ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ ક્હ્યું હતું કે રાજ્યમાં ૨૨૬ તાલુકાઓમાં વરસાદ થયો હતો જેમાં નડિયાદમાં ૯ ઈંચ, ગીર ગઢડામાં ૭.૪ ઈંચ, ઉનામાં ૭ ઈંચ, ભાવનગરમાં ૬.૫ ઈંચ, ખેડાના મહુધામાં ૬.૫ ઈંચ , આણંદમાં ૬.૩ ઈંચ, ઉમરગામમાં ૬ ઈંચ, માતરમાં ૬ ઈંચ, પારડીમાં ૫.૭ ઈંચ, ખંભાતમાં ૫.૨ ઈંચ, ખેડામાં ૫ ઈંચ, તારાપુરમાં ૫ ઈંચ, વસોમાં ૫ ઈંચ, સુરત સિટીમાં ૫ ઈંચ, ઓલપાડમાં ૪.૭ ઈંચ, મહેમદાવાદમાં ૪.૭ ઈંચ, ખેરગામમાં ૪.૬ ઈંચ, ધનસુરામાં ૪.૬ ઈંચ, જલાલપોરમાં ૪.૪ ઈંચ, સોજીત્રામાં ૪.૪ ઈંચ, કઠલાલમાં ૪ ઈંચ, રાજુલામાં ૪ ઈંચ, પ્રાંતીજમાં ૪ ઈંચ અને હિંમતનગરમાં ૪ ઈંચ વરસાદ થયો હતો. આમ ૨૪ તાલુકાઓમાં ૪થી ૯ ઈંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત ૧૧૫ તાલુકાઓમાં ૧થી ૪ ઈંચ વરસાદ થયો હતો.

Most Popular

To Top