Business

ૐ અને ગાયત્રીમંત્ર

ગાઉ ના લેખમાં “ૐ અને ગાયત્રીમંત્ર” સમજ્યા કે જેમાંના ૨૪ અક્ષર, ચોવીસ શક્તિના પ્રતીકો છે, અને આ શક્તિઓના ૐ સાથે સંકળાયેલા અલગ અલગ મંત્રો છે. બ્રહ્મની જેટલી મહિમા છે, તે બધી જ ગાયત્રીમાં માનવામાં આવી છે. આ કારણે જ ઋષિઓએ નીચે દર્શાવેલા ૨૪ મંત્રો મનોકામના પૂર્ણ કરવાવાળા બતાવ્યા છે. આ દરેક મંત્રો અને તેના ઉપયોગોને આ લેખમાં સમજવાનો પ્રયત્ન કરીએ.
૧. ૐ અને ગણેશ ગાયત્રી: સર્વ વિઘ્નોના નિવારણ માટે.
II ૐ એક દન્તાય વિદ્મહે વક્ર તુન્ડાય ધીમહિ I તન્નો બુદ્ધિ: પ્રચોદયાત II
૨. ૐ અને નરસિંહ ગાયત્રી: પુરુષાર્થ અને પરાક્રમની વૃદ્ધિ માટે.
II ૐ ઉગ્રનૃસિહાય વિદ્મહે વજ્રનખાય ધીમહિ I તન્નો નૃસિંહ: પ્રચોદયાત II

૩. ૐ અને વિષ્ણુ ગાયત્રી: પારિવારિક શાંતિ માટે.
II ૐ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ I તન્નો વિષ્ણુ: પ્રચોદયાત II
૪. ૐ અને શિવ ગાયત્રી: સર્વ પ્રકારના કલ્યાણ માટે.
II ૐ પંચવકત્રાય વિદ્મહે મહાદેવાય ધીમહિ I તન્નો રુદ્ર: પ્રચોદયાત II

૫. ૐ અને કૃષ્ણ ગાયત્રી: દરેક કાર્યો (કર્મો) ની સફળતા માટે.
II ૐ દેવકીનંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ I તન્નો કૃષ્ણ: પ્રચોદયાત II
૬. ૐ અને રાધા ગાયત્રી: પ્રેમનો અભાવ દુર કરી પૂર્ણતા બક્ષે છે.
II ૐ વૃષભાનુંજાયૈ વિદ્મહે કૃષ્ણ પ્રીયાયૈ ધીમહિ I તન્નો રાધા: પ્રચોદયાત II

૭. ૐ અને લક્ષ્મી ગાયત્રી: પદ, પ્રતિષ્ઠતા, યશ, ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ માટે.
II ૐ મહાલક્ષ્મ્યે વિદ્મહે વિષ્ણુપ્રીયાયૈ ધીમહિ I તન્નો લક્ષ્મી: પ્રચોદયાત II
૮. ૐ અને અગ્નિ ગાયત્રી: ઇન્દ્રિયોની તેજસ્વીતા વધારવા માટે.
II ૐ મહાજ્વાલાય વિદ્મહે અગ્નિદેવાય ધીમહિ I તન્નો અગ્નિ: પ્રચોદયાત II

૯. ૐ અને ઇન્દ્ર ગાયત્રી: દુશ્મનોના હુમલાથી બચવા માટે.
II ૐ સહસ્ત્રનેત્રાયે વિદ્મહે વજ્રહસ્તાય ધીમહિ I તન્નો ઇન્દ્ર: પ્રચોદયાત II
૧૦. ૐ અને સરસ્વતી ગાયત્રી: જ્ઞાન, બુદ્ધિ અને સ્મરણશક્તિ વધારવા માટે.
II ૐ સરસ્વત્યે વિદ્મહે બ્રહ્મપુત્રેય ધીમહિ I તન્નો દેવી: પ્રચોદયાત II

૧૧. ૐ અને દુર્ગા ગાયત્રી: શત્રુનાશ, વિઘ્નો પર વિજય, દુઃખ પીડા દુર કરે.
II ૐ ગિરિજાયૈ વિદ્મહે શિવપ્રીયાયે ધીમહિ I તન્નો દુર્ગા: પ્રચોદયાત II
૧૨. ૐ અને હનુમાન ગાયત્રી: કર્મ પ્રત્યે નિષ્ઠા જાગૃત થાય.
II ૐ અંજની સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ I તન્નો મારુતિ: પ્રચોદયાત II

૧૩. ૐ અને પૃથ્વી ગાયત્રી: દઢતા, ધેર્ય અને સહિષ્ણુતા વધારે.
II ૐ પૃથ્વીદેવ્યે વિદ્મહે સહસ્ત્રમત્યે ધીમહિ I તન્નો પૃથ્વી: પ્રચોદયાત II
૧૪. ૐ અને સૂર્ય ગાયત્રી: સર્વ રોગોના નિવારણ માટે.
II ૐ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ I તન્નો સૂર્ય: પ્રચોદયાત II

૧૫. ૐ અને રામ ગાયત્રી: માન, પ્રતિષ્ઠા વધારો થાય.
II ૐ એક દશરથાય વિદ્મહે સીતાવલ્લભાય ધીમહિ I તન્નો રામ: પ્રચોદયાત II
૧૬. ૐ અને સીતા ગાયત્રી: તપની શક્તિમાં વધારો કરે.
II ૐ જનકનંદીણ્યે વિદ્મહે ભૂમિજાયે ધીમહિ I તન્નો સીતા: પ્રચોદયાત II

૧૭. ૐ અને ચંદ્ર ગાયત્રી: નિરાશાથી મુક્તિ અને પ્રબળ માનસિકતા માટે.
II ૐ ક્ષીરપુત્રાય વિદ્મહે અમૃતતત્વાય ધીમહિ I તન્નો ચંદ્ર: પ્રચોદયાત II
૧૮. ૐ અને યમ ગાયત્રી: મૃત્યુ નો ભય સમાપ્ત થાય.
II ૐ સુર્યપુત્રાય વિદ્મહે મહાકાલાય ધીમહિ I તન્નો યમ: પ્રચોદયાત II

૧૯. ૐ અને બ્રહ્મા ગાયત્રી: વેપારમાં આવેલા સંકટો દુર થાય.
II ૐ ચતુર્મુખાય વિદ્મહે હંસા રુધાય ધીમહિ I તન્નો બ્રહ્મા: પ્રચોદયાત II
૨૦. ૐ અને વરુણ ગાયત્રી: પ્રેમ અને લાગણી ની ભાવના ઉત્પન્ન કરે.
II ૐ જલબીમ્બાઈ વિદ્મહે નીલ પુરુષાય ધીમહિ I તન્નો વરુણ: પ્રચોદયાત II

૨૧. ૐ અને નારાયણ ગાયત્રી: સત્તાપ્રાપ્તિ અને પ્રભાવ માટે ઉપયોગી.
II ૐ એક નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ I તન્નો નારાયણ: પ્રચોદયાત II
૨૨. ૐ અને હયગ્રીવ ગાયત્રી: ભયના નાશ માટે.
II ૐ વાગીશ્વરાય વિદ્મહે હયગ્રીવાય ધીમહિ I તન્નો હયગ્રીવ: પ્રચોદયાત II

૨૩. ૐ અને હંસ ગાયત્રી: વિવેક શક્તિ અને બુધ્ધી નો વિકાસ થાય.
II ૐ પરમહંસાય વિદ્મહે મહાહંસાય ધીમહિ I તન્નો હંસ: પ્રચોદયાત II
૨૪. ૐ અને તુલસી ગાયત્રી: પરમાર્થની ભાવના જાગૃત થાય.
II ૐ શ્રી તુલસ્યે વિદ્મહે વિષ્ણુ પ્રીયાયે ધીમહિ I તન્નો વૃંદા: પ્રચોદયાત II
આવતા લેખમાં “ૐ અને કુંડલીની -પ્રાથમિક સમજુતી” ને અધ્યયન કરવાનો પ્રયત્ન કરીશું..
ત્યાં સુધી
III ૐ તત સત III
(ક્રમશ:)

Most Popular

To Top