પિતા પુત્રે શાકાહારી ભોજન માગ્યું પરંતુ હોટલવાળાએ નોનવેજ ખવડાવ્યું
*પવિત્ર શ્રાવણ માસમાં ધર્મ ભ્રષ્ટ થયો હોવાની લાગણી સાથે બ્રાહ્મણ ગ્રાહક રડી પડ્યો, પોલીસે મદદથી ઇન્કાર કરી હાથ અધ્ધર કર્યા*
(પ્રતિનિધિ) વડોદરા તા 10
શહેરના ગોત્રી સ્થિત એક નામાંકિત હોટલમાં રવિવારે બપોરે લંચ કરવા માટે ગયેલા હિન્દુ બ્રાહ્નણ પરિવારના પિતા પુત્રે શાકાહારી ભોજન ની માંગણી કરતાં હોટલ તરફથી માંસાહારી વાનગી શાકાહારી તરીકે જણાવી પીરસી હતી. ગ્રાહકે શાકાહારી વાનગી હોવાનું જાણી ભૂલથી વાનગી આરોગી લેતાં જણાયું હતું કે તેમાં નોનવેજ હતું. આ બાબતે હોટલમાં ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસને જાણ કરતાં પોલીસે સમગ્ર મામલે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાનું જણાવી હાથ અધ્ધર કરી દેતાં ગ્રાહક મિડિયા સમક્ષ રડી પડ્યો હતો.

રવિવારે બપોરે બ્રાહ્મણ પરિવારના પિતા અને પુત્ર જેમાં પંકજ મિતલ અને ડો.ગીતાંશ મિત્તલ શહેરના ગોત્રી વિસ્તારમાં નામાંકિત હોટલ હયાતમા બપોરે લંચ કરવા માટે ગયા હતા. જ્યાં તેઓને હોટલના કર્મચારી દ્વારા ભોજનમાં શાકાહારી કે પછી માંસાહારી ભોજન ઓર્ડર વિશે પૂછતાં હિન્દુ ગ્રાહકોએ ચાર વખત શુદ્ધ શાકાહારી ભોજન માટેની માંગણી કરી હતી. જ્યાં થોડીવારમાં તેઓને શાકાહારી વાનગી હોવાનું જણાવી ભોજન પિરસવામાં આવ્યું હતું પરંતુ ગ્રાહકોએ વાનગી આરોગી તો તેમાં કંઇક અજુગતું લાગતાં તેમણે હોટલના કર્મચારી ને બોલાવી તથા કૂક ને પૂછતાં તેમણે ભૂલથી નોનવેજ વાનગી પિરસી હોવાનું જણાવ્યું હતું .

જેથી ગ્રાહકે આ બાબતે મેનેજર ને જાણ કરી હતી પરંતુ મેનેજરે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી બ્રાહ્મણ પિતા પુત્રે સમગ્ર મામલે હોબાળો મચાવ્યો હતો અને બિલની માંગણી કરી હતી. પરંતુ હોટલ સતાધીશોએ બીલ આપવાનો ઇન્કાર કરી ઉપરથી ગ્રાહક પર આક્ષેપ કર્યો હતો કે, તમે હોટલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ગ્રાહકોએ સ્થાનિક પોલીસ ને કોલ કરી સમગ્ર મામલે જાણ કરતાં પોલીસે આ મામલે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાનું જણાવી હાથ અધ્ધર કરી દીધા હતા જેથી પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુ બ્રાહ્નણ પરિવારના પિતા પુત્ર ગ્રાહકોને ઇરાદાપૂર્વક નોનવેજ ખવડાવી દીધું હોવાના આક્ષેપો સાથે ગ્રાહક પંકજ મિતલ રીતસરનો મિડિયા સમક્ષ રડી પડ્યા હતા.
*મારો ધર્મ ભ્રષ્ટ કર્યો છે આના કરતાં મરી જવું સારું*

આજે હું અને મારો પુત્ર હોટલ હયાતમાં બપોરે ગયા હતા જ્યાં મેં પહેલા પૂછ્યું હતું કે અમે શુધ્ધ શાકાહારી છીએ તો શાકાહારી ભોજન ઉપલબ્ધ થશે ત્યારે હોટલ કર્મીઓ દ્વારા શાકાહારી ભોજન માટે હા પાડી હતી છતાં મેં ચાર વખત કન્ફર્મ કર્યું કે શાકાહારી ભોજન મળશે ત્યારબાદ જ અમે વેજ બ્લન્ચ ઓર્ડર કર્યો હતો. પરંતુ જ્યારે આ વાનગી મોઢામાં મૂકતાં તેમાં નોનવેજ હતું તેમણે રડતાં રડતાં જણાવ્યું હતું કે માણસાઇ નામની વસ્તુ કે કાયદો હવે રહ્યો નથી આજીવન ક્યારેય નોનવેજ તરફ જોયું નથી અને આ હોટલ સત્તાધીશોએ શાકાહારી ભોજન માગ્યા છતાં નોનવેજ ખવડાવી પવિત્ર શ્રાવણ માસમાં અમારો ધર્મ ભ્રષ્ટ કર્યો છે આના કરતાં તો મરી જવું સારું. પોલીસે હાથ અધ્ધર કરી દીધા આખરે અમારી મદદે મિડિયા આવ્યું.હોટલના મેનેજરે બિલ નથી આપ્યું જેથી તેઓનું પાપ છૂપાઇ જાય અને ઉપરથી અમારા સામે હોટલને બદનામ કરવાનો આક્ષેપ કર્યો હતો તથા મિડિયા સામે આવવાથી બચ્યા હતા.
*-પંકજ મિતલ – ગ્રાહક