Vadodara

હિરબાનગર-કબીરનગર વચ્ચે મેદાનમાં આવી ચઢેલા ચાર ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યું કરાયું…

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ બાપોદજકાતનાકા વિસ્તારના હિરાબાનગર-કબીરનગર વચ્ચે મેદાનમાં આવી ચઢેલા ચાર ફૂટના મગરના બચ્ચાનું રેસક્યુ કરાયું

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદજકાતનાકા ખાતે આવેલા હિરાબાનગર તથા કબીરનગર વચ્ચે આવેલા મેદાનમાં આવી ચઢેલા ચાર ફૂટના મગરનુ વાઇલ્ડ લાઇફ રેસક્યુ ટીમ તથા વનવિભાગ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં આ વર્ષે ગત ઓગસ્ટમાં આવેલા પૂર દરમિયાન કેટલાક જળચર તથા સરિસૃપ જીવો રહેણાંક વિસ્તારોમાં દેખા દેતાં તેઓના રેસ્કયુ કરવામાં આવી રહ્યા છે જે સિલસિલો હજી પૂર ના બે મહિના બાદ પણ યથાવત જોવા મળી રહ્યો છે. અહીં પૂર્વ વિસ્તારમાં આવેલા બાપોદજકાતનાકા વિસ્તારમાં હિરાબાનગર તથા કબિરનગર પાછળ ખુલ્લું મેદાન આવેલું છે જેમાં ગત ઓગસ્ટમાં પૂર દરમિયાન વરસાદી પાણી ભરાઇ ગયા હતા તથા ત્યારબાદ આ મેદાનમાં ઘાસ જોવા મળે છે અહીં ચારફૂટ નું મગરનુ બચ્ચું આવી ગયું હતું જે શનિવારે મધરાતે બહાર જ્યાં લારીઓ રોડની અને મેદાનની બાજુમાં છે ત્યાં નિકળી આવતા સ્થાનિકોએ વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટીમ તથા વનવિભાગને જાણ કરતાં ટીમે મગરનુ રેસક્યુ કર્યું હતું.

Most Popular

To Top