હાલોલ: વરસાદનું માવઠું થતા હાલોલના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને એમજીવીસીએલ ડુલ થઈ હતી. હાલોલ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે હાલોલ નગરના કેન્દ્રમાં આવેલા બસ સ્ટેન્ડ એરિયામાં જૂની ફોરેસ્ટ ઓફિસના ગેટ આગળ પાણી ભરાયું હતું. હાલોલ નગરપાલિકાએ હાલોલ બસ સ્ટેન્ડ સર્કલ પર આવેલા પટેલ મેડિકલથી જુની ફોરેસ્ટ ઓફિસના ગેટ સુધી 60 મીટર સ્ટ્રોંમ વોટર ડ્રેનેજ નાખવાનો તેમજ ત્રણ ચેમ્બર નવા બનાવવાના ઢાંકણા ફીટીંગ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટર સંતોષકુમાર બી રાજપુતને સોંપવામાં આવી હતી. જેઓને કોન્ટ્રાક્ટ 2024 માં આપવામાં આવ્યો હતો.
તે વિસ્તારમાં રહેતા તથા દુકાનદારો તથા આવતા ગ્રાહકો આ ભરાયેલા ગંદા પાણીથી ત્રાહિમામ પામ્યા હતા. દુકાનદારોના જણાવ્યા મુજબ તેઓના રોજગાર ઉપર માઠી અસર પડી હતી
શું નગરપાલિકા આ કોન્ટ્રાક્ટર ઉપર કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું બાકી રહ્યું અને જો નગરપાલિકા કાર્યવાહી કરશે તો કેટલા સમયમાં કોન્ટ્રાક્ટનું કામ પૂર્ણ થશે?