Halol

હાલોલ- વિઠ્ઠલ રેસિડેન્સી સહિત કેટલીક સોસાયટીઓમા પાછલા ત્રણ દિવસથી વીજળી ડૂલ, રહીશો દ્વારા એમ.જી.વી.સી. એલ કચેરીએ ઉગ્ર રજુઆત


હાલોલ:
પંચમહાલ જીલ્લામાં પાછલા દિવસોમા પડેલા વરસાદને કારણે હાલોલનગરમાં કેટલીક સોસાયટીઓમા લાઈટો ડુલ થઈ જવાથી રહીશો હેરાન પરેશાન થઈ ગયા હતા. જેના કારણે રહિશોઓ એમજીવીસીએલ કચેરી ખાતે જઈને રજુઆત કરી હતી.

રહીશોનું કહેવું છે કે વરસાદ આવ્યો તે દિવસથી લાઈટો બંધ થઈ ગઈ છે. આ અંગે અમે ઓનલાઈન પણ કમ્પલેન નોધાવી છે.પણ ત્રણ દિવસ થઈ ગયા પણ લાઈટો આવી નથી.અહી વીજ વિભાગના અધિકારીઓ પણ યોગ્ય જવાબ આપતા નથી.
પચમહાલ જીલ્લામા આવેલા વરસાદ અને મીની વાવાઝોડાના કારણે વીજળીના થાંભલાને પણ નુકશાન પહોચ્યુ હતુ જીલ્લામા પણ વીજપોલ પડી જવાની ઘટનાઓ બની છે.ત્યારે જીલ્લાના ઓધોગિક નગર ગણાતા હાલોલના ફાયર સ્ટેશન વિસ્તારમા આવેલી વિઠ્લ રેસીડેન્સી તેમજ અન્ય શિવાયલ સોસાયટીના રહીશોએ એમજીવીસીએલ કચેરી ખાતે એકત્ર થઈને રજુઆત કરી હતી. પાછલા ત્રણ દિવસથી લાઈટ ન હોવાને કારણ રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. લાઈટ ન હોવાને કારણે પાણીની પણ સમસ્યા થઈ પડી છે. બાળકો હેરાન પરેશાન થઈ પડ્યા છે. લાઈટ ન હોવાને કારણે રહિશો દ્રારા ઓનલાઈન કમ્પલેન કરાઈ છે પણ તેનુ કોઈ પરિણામ આવ્યુ નથી. વધુમા રહીશો દ્વારા એમજીવીસીએલ કચેરી દ્વારા જઈ રજુઆત કરવામા આવતા લાઈટ આવી જશે તેવા જવાબો મળે છે. આ મામલે હવે એમજીવીસીએલ તંત્ર દ્વારા લાઈટ ક્યારે ચાલુ કરવામા આવે છે તે જોવુ રહ્યું

Most Popular

To Top