Halol

હાલોલ: પ્રેમિકાને કરવું હતું પ્રેમી સાથે લગ્ન, પણ પ્રેમી ઉંમરમાં હતો નાનો, અભયમ ટીમે સમગ્ર મામલાનું કર્યું સમાધાન

હાલોલ: હાલોલ તાલુકાના એક ગામમાંથી મહિલા હેલ્પ લાઈનમાં એક પીડિતાનો કોલ આવ્યો હતો કે તેને કોઈ યુવક સાથે અફેર હોય અને તે યુવક સાથે લગ્ન કરવા માગતાં હોય પરંતુ તેના પરિવારે લગ્ન નો ઇન્કાર કરતા સમજાવા માટે 181 અભયમ હાલોલ પાસે માં મદદ માંગતા ટીમ મદદે પહોંચી હતી. પીડિતા ને મળી તેઓનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે તેને 6 મહિનાથી તે યુવક સાથે અફેર હોય બંને એક બીજા સાથે લગ્ન કરવા માગતાં હોવાથી તે યુવક પ્રેમિકાના ઘરે લગ્નનું માગું લઈને ગયો હતો.તેથી પ્રેમિકાનો પરિવાર તે યુવકનું ફેમિલી બેક ગ્રાઉન્ડ જાણવા માટે તેના ઘરે ગયો હતો.પરંતુ યુવકના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પ્રેમિકાના પરિવારે લગ્નનો ઇન્કાર કરી દેતા તે પીડિતા તેમના પરિવારને ઝેરી દવા પીવાની ધમકી આપતી હતી. જેથી 181 અભયમ હાલોલની ટીમે પ્રેમિકા તથા તેમના પરિવારનું કાઉન્સિલિંગ કરતા પ્રેમિકાની ઉંમર 19 હોય અને તે યુવકની ઉંમર 18 વર્ષ હોય. તે યુવકને લગ્ન માટે ઉંમર ઓછી હોવાથી હાલ થઈ શકે તેમ ના હોવાથી પ્રેમિકા તથા તેમના પરિવારને અને સામે પક્ષના યુવક ને ફોન દ્વારા પ્રાથમિક માહિતી આપીને સમજાવ્યા હતા. પ્રેમિકાના પરિવારે જણાવ્યું હતું કે યુવકની લગ્નની ઉંમર થશે ત્યારે બંને પક્ષને રાજીખુશી થી લગ્ન કરાવી આપીશું. તેથી પ્રેમિકાને પણ પ્રાથમિક માહિતી આપી હતી કે જ્યાં સુધી તે યુવકની ઉંમર લગ્ન ને લાયક ન થાય ત્યાં સુધી શાંતિ રાખે અને ઝેરી દવા કે કોઈ પણ ગલત પગલું ન ભરે . આ રીતે સમજાવી સમાધાન કરાવ્યું હતું.

Most Popular

To Top