હાલોલ: હાલોલ પાવાગઢ બાયપાસ રોડ ઉપર આવેલી હોટલ હેરિટેજ પાછળ કરીમ કોલોનીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી મુજબ મુસ્તાક કોલેટીના ઘરની બાજુમાં ખુલ્લા પ્લોટ માં પડેલી પ્લાસ્ટિકની કેરેટો અને પ્લાસ્ટિક મટીરીયલ ભંગારમાં રહસ્યમય રીતે આગ લાગી છે. તે આગ જોતા માં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આજુબાજુના ઘરો પણ ઝપટમાં લીધા હતા. હાલોલ ફાયર સ્ટેશનને જાણ થતા તરત જ આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. ઘણી મહેનત બાદ આગને કાબુમાં કરી હતી.આગ લાગતા આજુબાજુના રહીશોમાં ભયંકર આગ લાગવાની વીતી ઉત્પન્ન થઈ હતી અને દર પેદા થયો હતો.