હાલોલ: હાલોલ પોલીસ દ્વારા આજરોજ નગરમાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે કે કેમ તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જાણવા માહિતી મુજબ હાલોલ પોલીસ દ્વારા આજે મોડી સાંજે કેટલાક વિસ્તારોમાં જ્યાં પરપ્રાંતીય તેમજ ભાડુઆતો રહેતા હોય તેવા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ બાંગ્લાદેશીની શોધખોળ કરવામાં આવી હતી. કેટલાક લોકોના આધારકાર્ડ તેમજ અન્ય પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં પોલીસનો કાફલો આવતા લોકોમાં ચર્ચાના વિષય બન્યો હતો. પરંતુ ફક્ત પોલીસ દ્વારા શંકાસ્પદ તેમજ બાંગ્લાદેશીઓ નગરમાં રહે છે કે કેમ એવી ચકાસણી હાથ ધરવામાં આવી હતી.