વન વિભાગની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે રિલીઝ
હાલોલ:
હાલોલ જીઆઇડીસી વિસ્તારમાંથી સિદ્ધાંત જીવ દયા ટીમ દ્વારા એક મોટા ગુણી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ સાવલી–હાલોલ રોડ પર આવેલી જીઆઇડીસી વિસ્તારમાં એક કંપનીની બહાર સાઈડમાં મોટો ગુણી સાપ દેખાતા સેવાભાવી દિનેશભાઈએ તાત્કાલિક ટેલિફોનિક જાણ કરી હતી. માહિતી મળતા જ સિદ્ધાંત જીવ દયા ટીમના સભ્ય જયદીપભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.

સાપ મોટો અને ભયજનક હોવાથી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના આરએફઓ સતિષભાઈ બારીયાના માર્ગદર્શન અને સૂચના અનુસાર રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી. બાદમાં પાવાગઢ ધોબી કૂવા રેસ્ક્યુ સેન્ટરમાં વન વિભાગના બાબુભાઈની હાજરીમાં ગુણી સાપને કુદરતી વસવાટ માટે સુરક્ષિત રીતે રિલીઝ કરવામાં આવ્યો.
સમગ્ર રેસ્ક્યુ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં સ્થાનિક લોકોએ સિદ્ધાંત જીવ દયા ટીમ અને વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ.