હાલોલ: હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર આજે રવિવારે સવારે એક કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર સ્વામિનારાયણ નિષ્ઠા વિધા મંદિર સામે રોડ ઉપર અચાનક ત્રણેક ગાયો દોડી આવતા કાર ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો.અચાનક બનેલી આ પરિસ્થિતિમાં કાર સીધી રોડ છોડીને બાજુમાં ઉતરી ગઈ અને પલટી ખાઈ ગઈ.કારમાં બે મુસાફર સવાર હતા,જે બંને ગોધરાથી વડોદરા જઈ રહ્યા હતા.સદ્દનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં સવાર બંને મુસાફરનો આબાદ બચાવ થયો છે,જોકે કારને ભારે નુકસાન પહોંચ્યું છે.અકસ્માત બાદ કારની હાલત જોઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને અન્ય વાહનચાલકો બચાવ કામગીરી માટે તરત જ સ્થળ પર પહોંચ્યા હતા.સદભાગ્યે, મુસાફરોને માત્ર નાની-મોટી ઈજાઓ થઈ હોવાની માહિતી મળી છે