Panchmahal

હાલોલમાં બાઇક પાછળ ટ્રક ઘુસી જતાં સાવલીના બે યુવાનો ઘવાયા

હાલોલ સ્ટેશન પર આજે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે રવિવારે સાવલી ખાતે રહેતા ચેતનભાઈ ડામોર તથા ઠાસરા ગામે રહેતા તેઓના મિત્ર ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઠાકોર બન્ને બાઇક લઇ પાવાગઢ દર્શન કરવા જતા હતા દરમ્યાન હાલોલ સ્ટેશન રોડ પર તેઓની બાઇક ટ્રક ની પાછળ ઘૂસી જતા અક્સ્માત સર્જાયો હતો. બન્નેને ઈજાઓ પહોચતા તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હોવાની જાણકારી મળવા પામી છે. અક્સ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા.

Most Popular

To Top