હાલોલ નગર ખાતે મોટા મોટા શેડમાં ફાયર એનઓસી વિના ધમધમતા કપડા અને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓના પાંચ જેટલા વિશાળ સેલ બંધ કરાયા હતા.
હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ અને હાલોલ નગરપાલિકાના કર્મચારીઓની સંયુક્ત ટીમે આજે શુક્રવારે બપોરે 4:00 વાગ્યાથી લઈ સાંજે 6:00 વાગ્યા સુધી નગરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટી અને ફાયર એનઓસી અંતર્ગત વિવિધ મોટા મોટા ધંધાકીય સ્થળો સહિતના જાહેર સ્થળો પર આવેલા વિવિધ ચીજ વસ્તુઓના સેલ મારફતે વેચાણ કરતા વિશાળ સેલમાં તપાસ હાથ ધરી હતી જેમાં હાલોલ શહેરના ગોધરા રોડ જાનવી હોસ્પિટલ પાસે ખુલ્લી જગ્યામાં વિશાળ પતરાન શેડ બાંધી ચાલતા પ્લાસ્ટિક આઈટમ સ્ટીલ આઈટમ તેમજ કપડાં સહિતની તમામ ઘર વપરાશની ચીજોના વિશાળ સેલમાં તેમજ ગોધરા રોડ પર એમ.જી. એમ.સ્કૂલની બહાર મુખ્ય રોડ પર પતરાના મોટા મોટા શેડમાં ઊભા કરાયેલ ટોટલ ધમાલ નામના બે અલગ અલગ સેલ જેમાં એક કપડાનો અને એક ઘર વપરાશની પ્લાસ્ટિક,સ્ટીલ સહિતની આઈટમના ચીજ વસ્તુઓના વેચાણ કરતા સેલમાં ફાયર સેફટી અને ફાયર એનઓસી અંતર્ગત તપાસ હાથ ધરી હતી જેમાં આ ત્રણે સેલમાં કાયમી કે કામ ચલાઉ ફાયર એનઓસી ન મળી આવતા આ ત્રણેય સેલ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તેમજ પાલિકાની ટીમ દ્વારા બંધ કરવામાં આવ્યા હતા જ્યારે હાલોલ શહેરના કંજરી રોડ પર પતરાના શેડમાં ઉભા કરાયેલા વિશાળ કપડાના સેલમાં પણ તપાસ કરતા ફાયર એનઓસી અંતર્ગત ક્ષતિ જોવા મળતા તે સેલને પણ બંધ કરાવ્યો હતો જ્યારે વડોદરા રોડ પર વિનાયક સેલ નામના વિશાળ શેડમાં ચાલતા વિવિધ પ્રકારના કપડાં પ્લાસ્ટિક સ્ટીલની ચીજ વસ્તુઓના સેલને પણ ફાયર એનઓસી ના અભાવને કારણે બંધ કરાતા હાલોલ નગર ખાતે વિના ફાયર એનઓસી મોટા મોટા ધંધા રોજગાર ચલાવતા અને ફાયર સેફટીના સુરક્ષા સાધનો વિના પોતાના ધંધા રોજગાર ચલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને ફાયર એનઓસી મેળવવા તેમજ ફાયર સેફટીના સાધનો વસાવવા માટે દોડધામ કરતા હોવાની જાણકારી મળવા પામી છે.
હાલોલમાં ફાયર એનઓસી વગરના પાંચ કપડાં – પ્લાસ્ટિકના સેલ બંધ કરાયા
By
Posted on