Business

હાલોલમાં કોર્ટની કાર્યવાહીનું ગેરકાયદે રેકોર્ડિંગ કરનાર બે વકીલ સામે પોલીસમાં ફરિયાદ

હાલોલ, તા.૨૯
હાલોલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ અને સ્પેશ્યલ પોક્સો કોટમાં કાર્યવાહી દરમ્યાન પેન કેમેરા અને મોબાઇલ કેમેરા વડે ગેરકાયદેસર રીતે વિડિયો રેકોર્ડિંગ કરી કોર્ટની કામગીરીમાં અડચણ ઊભી કરી પટાવાળા સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કોર્ટ રજીસ્ટાર દ્વારા બે વકીલો સામે હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ શહેરના પાવાગઢ રોડ પર જાંબુડી ખાતે આવેલી નવીન કોર્ટ ખાતે આજે ગુરુવારે એડિશનલ સેસન જજ એચ.બી.ત્રિવેદી સાહેબની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ અને સ્પેશ્યલ પોકસો કોર્ટની કાર્યવાહી કામગીરી ચાલતી હતી ત્યારે જીગ્નેશ જોષી અને પરવેઝ શેખ નામના બે વકીલોએ કેસમાં સામેલ થવા માટેનું જણાવી પોતાનું વકીલ પત્ર રજૂ કરી કોર્ટની કાર્યવાહીની કામગીરી દરમ્યાન આ બંન્ને વકીલોએ પેન કેમેરા અને મોબાઈલ કેમેરાથી કોર્ટ કાર્યવાહીના ગેરકાયદેસર રીતે વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા હોવાનું જજ શ્રી એચ.બી.ત્રિવેદીને જાણવા મળતા નામદાર જજ એચ.બી.ત્રિવેદી દ્વારા આ બંન્ને વકીલોને કોર્ટની બહાર ન જવાની સૂચના આપી હતી તે સમયે કોર્ટના બેન્ચ ક્લાર્ક અશ્વિનકુમાર મનુભાઈ વાઘેલા સરકારી વકીલ લતાબેન શેઠ સહિત અન્ય વકીલ મિત્રો પણ હાજર હતા જેમાં આ બંન્ને વકીલોએ કોર્ટ રૂમમાં મોટા અવાજે બૂમો પાડતા જજ શ્રી એચ.બી.ત્રિવેદીએ કેસના કેસ વોચ પોલીસને બોલાવવા જાણ કરી હતી અને કોર્ટના પટાવાળા યશ સોલંકીને સૂચના આપતા પટાવાળા યશ સોલંકીએ આ બંન્ને વકીલોને પોતાની પાસે બેસી રહેવાની સૂચના આપતા આ બન્ને વકીલ જીગ્નેશ જોષી અને પરવેઝ શેખે પટાવાળા યશ સોલંકીને ધક્કો મારી તેની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા જેમાં બનાવ અંગે એડિશનલ સેશન્સ જજશ્રી એચ.બી ત્રિવેદી સાહેબની કોર્ટના રજીસ્ટાર શૈલેષકુમાર મનુભાઈ વાઘેલાએ આ બન્ને વકીલો જીગ્નેશ જોષી અને પરવેઝ શેખ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ અને સ્પેશ્યલ પોકસો કોર્ટ રૂમમાં પેન કેમેરા અને મોબાઈલ કેમેરા વડે ગેરકાયદેસર વિડીયો રેકોર્ડિંગ કરી જજશ્રી એચ.બી.ત્રિવેદી સાહેબ ન્યાયિક કામગીરી કરતા હતા ત્યારે ઈરાદાપૂર્વક તેઓનું અપમાન કરી ફરજમાં અડચણ ઊભી કરી તેમજ પટાવાળાને ધક્કો મારી ઝપાઝપી કરી ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની નોંધાયેલ ફરિયાદના આધારે રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top